અમરેલી જિલ્લા સારસ્વત કર્મચારી શરાફી મંડળી અમરેલીની વાર્ષિક સાધારણ સભા તથા સમસ્ત કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં અમરેલી શહેરના ભરતભાઈ મકવાણાની રાષ્ટ્રીય શૈક્ષિક સંઘમાં માધ્યમિક વિભાગમાં અધ્યક્ષ તરીકે વરણી થતા તેમનું આજરોજ મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ બારૈયા તથા આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.