રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દર્દીઓ માટે જે હોસ્પીટલમાંથી સારવાર મેળવતા હોય તે જ હોસ્પીટલના મેડીકલ સ્ટોરમાંથી દવા લેવાનું ફરજીયાત નથી. હોસ્પીટલો પણ આવી ફરજ પાડી નહીં શકે ખોરાક અને ઔષધ કમિશ્નર ડો. એચ.જી. કોસીયાએ જણાવ્યું હતું કે, હોસ્પીટલો દ્વારા તેના દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી જ દવા લેવાની ફરજ પાડવામાં આવતી હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને હોસ્પીટલોને આવી ફરજ નહીં પાડવા સુચના આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરુરી દવાઓ ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી મળતી દવા ઘણા કિસ્સામાં મોંઘી હોય છે.