અમરેલીમાં સારથી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ખાતે આયોજિત ભવ્ય ગણેશ ઉત્સવ ૨૦૨૫ માં આ વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ થીમ રાખવામાં આવી છે, જેણે શહેરીજનોનું ધ્યાન ખેંચ્યું છે. તા. ૩૦ ઓગસ્ટના રોજ, ગણેશજીની સાંજની આરતીમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, લેઉવા પટેલ ટ્રસ્ટના આગેવાનો, અમર ડેરીના ડિરેક્ટર્સ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ તમામ મહાનુભાવોએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.