ભારતીય નૌકાદળમાં પ્રોજેક્ટ ૭૫ હેઠળ બનેલી મારકણી સબમરિન આઈએનએસ વેલા આજે વિધિવત રીતે સામેલ થઈ ગઈ છે. પ્રોજેક્ટ ૭૫ હેઠળ બનનારી ૬ સબમરિન પૈકીની એક છે.ડિઝલ ઈલેક્ટ્રિક એટેક સબમરિનના ક્લાસમાં આવતી વેલાને સંરક્ષણ નિષ્ણાતો સાઈલન્ટ કિલરનુ ઉપનામ આપી રહ્યા છે.કારણકે તે દુશ્મનને ખબર પણ ના પડે તે રીતે તેના પર ત્રાટકી શકે છે. વેલાને ફ્રાંસની બનાવટની સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ડિઝાઈન પ્રમાણે બનાવવામાં આવી છે અને તેનુ નિર્માણ ભારતમાં જ મઝગાંવ ડોકમાં થયુ છે.તેનુ નિર્માણ ૨૦૧૯માં શરુ થયુ હતુ અને ૨૦૨૧માં નૌકાદળને તે સોંપી દેવામાં આવી છે.આજે નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહની હાજરીમાં સબમરિનને ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી.
વેલા ૨૨૧ ફૂટ લાંબી છે.તેની ઉંચાઈ ૪૦ ફુટ છે અને પહોળાઈ ૧૯ ફૂટની છે.તેમાં ચાર શક્તિશાળી ડિઝલ એન્જિનન લગાવાયા છે.વધારે તાકાત આપવા તેમાં ભારતમાં નિર્મિત ફ્યુલ સેલ પણ લગાવાય છે.સબમરિનના એન્જિનન ઓછામાં ઓછો અવાજ કરે તે પ્રકારના છે. તેની મહત્તમ ઝડપ ૨૦ કિલોમીટર નોટિકલ માઈલ છે પણ જ્યારે તે દરિયામાં ડુબકી મારે છે ત્યારે તેની મહત્તમ ઝડપ ૩૭ કિલોમીટર થઈ શકે છે. દરિયાની સપાટી પર તે એક સાથે ૧૨૦૦૦ કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને દરિયાની અંદર તે ૧૦૨૦ કિલોમીટરની યાત્રા કરવા માટે સક્ષમ છે. પાણીની અંદર તે ૫૦ ફૂટ ઉંડાઈ સુધી જઈ શકે છે.મહત્તમ ૧૧૫૦ ફૂટની ડુબકી મારી શકે છે.વેલામાં ૮ નૌ સેના અધિકારીઓ અને ૩૫ જવાનો તૈનાત થઈ શકે છે.
આઈએનએસ વેલા પર ૬ ટોરપિડો ટ્યુબ ફિટ કરાઈ છે અને તેમાં ૧૮ ટોરપિડો લગાવી શકાય છે..ટોરપિડો જર્મન બનાવટના છે.સબમરિન થકી એક સાથે ૩૦ માઈન્સ પણ દરિયામાં બીછાવી શકાય છે.આ સિવાય તેમાં એન્ટી શિપ મિસાઈલ પણ તૈનાત કરી શકાય છે.એસએમ.૩૯ એક્ઝોસેટ મિસાઈલની ઝડપ ૧૧૪૮ કિમી પ્રતિ કલાકની છે.જેનાથી બચવુ દુશ્મન જહાજ માટે મુશ્કેલ છે. ભારત પાસે આ નામની સબમરિન ૧૯૭૩માં હતી.તેણે ૨૦૧૦ સુધી ભારતીય નેવી માટે સેવા આપી હતી.જે સોવિયેટ બનાવટની ફોક્સટ્રોટ ક્લાસની સબમરિન હતી.નવી સબમરિન આઈએનએસ વેલા વેસ્ટર્ન કમાન્ડ હેઠળ રહેશે અને તે મુંબઈમાં તૈનાત થશે.