રવિવાર (૧૫ મે)ની સવાર દુનિયા માટે ચોંકાવનારા સમાચાર લઈને આવી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલ-રાઉન્ડર એન્ડ‰ સાયમન્ડ્સના નિધનના સમાચાર સૌને હચમચાવી નાખ્યા. ૪૬ વર્ષીય સાયમન્ડ્સના નિધનથી માત્ર ક્રિકેટ જગત જ નહીં દુનિયાભરમાં વસતાં તેના ફેન્સને આંચકો લાગ્યો. મનોરંજન જગતમાંથી પણ કેટલાય સેલિબ્રિટીઝે દિગ્ગજ ક્રિકેટરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. એન્ડ‰ સાયમન્ડ્સે ‘બિગ બોસ ૫માં ભાગ લીધો હતો. થોડા દિવસ ‘બિગ બોસ ૫’ના ઘરમાં કેટલાક મિત્રો બનાવ્યા હતા તો વિવાદને પણ જન્મ આપ્યો હતો. ‘બિગ બોસ’ની પાંચમી સીઝનની વિજેતા રહેલી એક્ટ્રેસ જૂહી પરમારનું કહેવું છે કે, કો-કન્ટેસ્ટન્ટ્સ સાયમન્ડ્સ હવે આ દુનિયામાં નથી રહ્યો તે વાત હજી માનવામાં નથી આવી રહી. એન્ડ‰ સાયમન્ડ્સ વિશે વાત કરતાં જૂહીએ કહ્યું, “આ ખૂબ આઘાતનજક છે. ‘બિગ બોસ’ના ઘરની તેમની સાથેની કેટલીક ખૂબ સારી યાદો છે. એ ગરમાં અમે સૌએ ખૂબ મજો કરી હતી અને તેમની વિનમ્રતા મને સ્પર્શી ગઈ હતી. તેમના નિધનના સમાચારથી હું ખૂબ દુઃખી છું અને તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. ૨૦૧૧માં ‘બિગ બોસ’માં ગેસ્ટ તરીકે એન્ડ‰ સાયમન્ડ્સની એન્ટ્રી થઈ હતી પરંતુ તેમણે દરેક ટાસ્કમાં ભાગ લીધો હતો. સાયમન્ડ્સ સાથે કરેલા એક ટાસ્કને યાદ કરતાં જૂહીએ આગળ કહ્યું, “એક ટાસ્ક હતો જેમાં તેમને બોલિવુડના ગીતો ગાવાના હતા અને બોલિવુડ એક્ટર તરીકે વર્તવાનું હતું. એટલું જ નહીં આ અંદાજમાં તેમણે ઘરની બધી છોકરીઓને રિઝવવાની હતી. મને યાદ છે એ રમૂજી ઘટના જ્યારે તેઓ મને રિઝવવા આવ્યા અને તેના માટે ગીત ગાવા લાગ્યા પરંતુ ગીતના બધા જ શબ્દો ખોટા હતા અને તેનો કોઈ જ અર્થ નીકળતો નહોતો. જે રીતે તેમણે પર્ફોર્મ કર્યું હતું તે ખૂબ રમૂજી હતું અને સૌ તેમને જોઈને ખૂબ હસ્યા હતા. એન્ડ‰ સાયમન્ડ્સને હિન્દી આવડતું ના હોવાથી કન્ટેસ્ટન્ટ પૂજો મિશ્રા તેમને ટ્રાન્સલેટ કરીને જણાવતી હતી. ‘બિગ બોસ ૫’ ઉપરાંત સાયમન્ડ્સ બોલિવુડ ફિલ્મ પટિયાલા હાઉસમાં જોવા મળ્યા હતા. અક્ષય કુમાર અને અનુષ્કા શર્મા સ્ટારર આ ફિલ્મમાં સાયમન્ડ્સે પોતાનો જ રોલ ભજવ્યો હતો.