અમરેલી જિલ્લામાં ૧.૩૬ કરોડ રકમ પરત અપાવતી પોલીસ
ર૦ર૩-ર૪ દરમિયાન ર૧૧૭ જેટલી અરજીઓ મળી, રૂ.પ૪.૩૮ લાખ જેટલી રકમ પરત અપાવવાની કામગીરી ચાલુ
અમરેલી,તા.ર
ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થયેલા ર૮૦૦૦ બેંક ખાતાઓને અનફ્રિઝ કરવામાં આવ્યા છે. અનેક પીડિતો ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુÂક્તઓમાં ફસાઈ ગયા હતા. ગત વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન અમરેલી જિલ્લાની કુલ ર૧૧૭ અરજીઓમાં ખાતાઓમાં કુલ રૂ.૧,૯૦,૭૬,૬૭ર ફ્રિઝ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૪પર અરજીઓમાં રૂ.૧,૩૬,૩૮,૪પપ જેટલી રકમ પરત અપાવીને ફ્રિઝ થયેલા ખાતાઓને અનફ્રિઝ કરવામાં આવ્યા હતા. હાલ, ૬૬પ અરજીઓ રૂ.પ૪,૩૮,૪પપ જેટલી રકમ ફ્રિઝ થયેલી છે. જે પરત અપાવવાની કામગીરી હાલ ચાલુ છે. આમ, અમરેલી જિલ્લાની ગત વર્ષમાં કામગીરી ૬૮.પ૯% જેટલી રહેલી છે. અમરેલી જિલ્લા ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ ૪૮ જેટલા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૦,૩૧૦ જેટલા લોકો હાજર રહેલા હતા. ચાલુ વર્ષમાં રર જેટલા સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૬૦૦ લોકો હાજર રહ્યાં હતા. સેમિનારમાં ૧૬૦૦૦ જેટલી સાયબર જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસે એકાઉન્ટ ફ્રિઝ કરવા અંગેની તેમની પોલીસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલીસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દેશ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલુ છે. જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રિઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રિઝ કરશે.
મધ્યમવર્ગીય લોકોને આર્થિક નુકસાન
મધ્યમવર્ગી લોકો સાયબર ક્રાઈમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને એકાઉન્ટ ફ્રિઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના એકાઉન્ટ અનફ્રિઝ થઈ જવાને કારણે એટલે કે ખુલી જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ પગલુ એવા લોકો મોટ ખરેખર રાહતદાયક છે જેઓ મધ્યમવર્ગના છે અને મોટાભાગે રોજિંદા વ્યવહાર માટે તેમના બેન્ક ખાતાઓ પર આધાર રાખે છે.
સાયબર ક્રાઈમથી બચવા પોલીસની માર્ગદર્શિકા
ઓથેન્ટીક વેબસાઇટ ઉપરથી કસ્ટમર કેર નંબર કે હેલ્પલાઇન નંબર સર્ચ કરવાનું રાખવા અને ખોટા હેલ્પલાઇન નંબરોથી સાવધાન રહેવા અપીલ
કોઇ પણ અજાણી વ્યક્તિનાં કહેવાથી કોઇ પણ પ્રકારની એપ્લીકેશન ડાઉનલોડ કે લીંક ઓપન નહી કરવી
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપ્લીકેશનમાં કોઇ પણ અજાણી વ્યક્તિને મિત્ર બનાવવાનું ટાળવું.
અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ કે વીડિયો કોલ ઉપાડતા પહેલા વિચારવું
પોતાના અંગત સગા-સંબંધી કે મિત્રનાં ખોટા નામે રૂપિયાની માંગણી કરતા ફોન કોલ કે મેસેજ કે સોશિયલ મીડિયા એપ્લીકેશનમાં કરેલ મેસેજને ધ્યાને ન લેવા.
ફ્રી ગેમ એપ્લીકેશન, ફ્રી ગિફ્‌ટ, કેશ વાઉચરના નામે આવતી લીંકથી આપનો મોબાઈલ હેક થઈ શકે છે જેથી આ લીંક પર ક્લિક કરશો નહી.
પોતાની અંગત માહિતી તેમજ પીન નંબર, ઓ.ટી.પી. સી.વી.વી, ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહીં.
કોઈ કાર્ડ, સીમકાર્ડ વેલીડીટી, કે.વાય.સી રીન્યુ, બેન્ક ખાતું ચાલુ કરવા વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો.
ઇન્સ્ટન્ટ લોન લેવાની લાલચમાં કોઇ પણ લોન એપ્લીકેશન કે રીમોટ એકસેસ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી.
જોબ ફ્રોડ જેમ કે નટરાજ પેન્સીલ ફ્રોડ, દ્ભમ્ઝ્ર ફ્રોડ, લોટરી ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા અપીલ