આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો બીજા દિવસ છે. અમિત શાહ આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સૌ પ્રથમ તેઓ સોલા ખાતે ‘વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા’ મહાસંમેલનમાં સહભાગી થયા છે. તેમની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમ સોલા સ્થિત સાયન્સ સિટીમાં યોજાયો હતો.
સોલા ખાતે સાયન્સ સિટીમાં ઉજવાયેલ વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ૨૦૨૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઉજવણી નિર્ણય લેવામાં આવ્યો છે. સહકારિતા આંદોલન પુન જીવત કરવાનો શરૂઆત ગુજરાત થયો છે. દિલ્હીમાં પણ સહકારીતા કાર્યક્રમ આયોજન કરવાના આવ્યું હતું. સહકારી સંસ્થાને આગળ લાવવી હોય તો જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. ભારત સરકારે સહકારિતા આગળ લાવવા માટે ભાર મૂક્યો છે. દેશના ખૂબ મોટા ભાગ પર સહકારી આંદોલન પૂર્ણ થયું છે. ત્રીસ્તરીય માંથી ચતુર્થી સ્તરીય સહકારી માળખું પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, સહકારીતા ક્ષેત્રે વધુમાં વધુ ટેક્નોલોજી ઉપયોગ કરવો જરૂરી છે. વધુમાં વધુ સહકારી માળખાનો ઉપયોગ કરો. ટેક્નોલોજી આવ્યા બાદ સહકારી ક્ષેત્રે આવેલ સંસ્થા કામગીરી વધુ સરળ બની છે. ત્રિભોવન કો ઓપરેટિવ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી છે. ડેરીમાં ચક્રીય અર્થવ્યસ્થા શરૂ કરવામાં આવી છે. આઈસક્રીમ, ચીઝ, પનીર સહિત વસ્તુ સહકારી કંપનીના માધ્યમ તૈયાર કરવામાં આવશે. આ તમામ પ્રયોગ ગુજરાતથી શરૂ કરવામાં આવશે. ટેક્ષ પે વધુમાં વધુ મજબૂત કરવામાં આવશે. દેશમાં ૨૦૨૯ સુધીમાં પંચાયત લેવલે ૨ લાખ નવી સહકારી મંડળી શરૂ કરવાનો લક્ષ્યાંક છે.
સોલા ખાતે સાયન્સ સિટીમાં ઉજવાયેલ વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદુરની સફળતાથી દેશવાસીઓ ગૌરવ વધ્યું છે. આ સફળતાથી તિરંગાની શાન વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના અને નાના લોકોને સાથે લઈને ચાલી રહ્યા છે. દેશમાં આઝાદી બાદ અલગ સહકારીતા કાર્યાલય શરૂ થયું છે. ગૃહમંત્રીના અમિત શાહના નેતૃત્વ સહકારી ક્ષેત્ર ઉત્તમ કામ કરી રહ્યું છે. અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ છે. ૨૦૨૫ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. ૧.૬૫ કરોડ લોકો સભાપદો જોડાયા છે. સહકાર ક્ષેત્રે વધુ મજબૂત થાય તે માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી. રાજ્યનો દર ચોથો વ્યક્તિ સહકારી ક્ષેત્રે જોડાયેલ છે. આઝાદી ૭૫ વર્ષ બાદ દેશને પ્રથમ સહકારી યુનિવર્સિટી મળી છે. દેશની આઝાદી શતાબ્દી વખતે સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે સર્વોપરી લઈ જવાનો લક્ષ્યાંક છે.