સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરા ખાતે તા. ૧૯/૦૯/૨૪ ગુરુવારના રોજ આયુષ્યમાન ભવઃ કાર્યકમ હેઠળ સર્વ રોગ નિદાન કેમ્પ શ્રી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી યોજાયો હતો. જેનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના નેજા હેઠળ ડો. એસ.એસ. વ્હોરા અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો ૨૧૦ લાભાર્થીએ લાભ લીધો હતો.