દેશની મુખ્ય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને એક મોટા આંચકામાં રાજસ્થાન હાઈકોર્ટ એ કસ્ટમ એકટનો સમાવેશ અનલોફુલ એકટીવીટી (પ્રવેન્સન એકટ) હેઠળ આવતો નથી અને નાની માત્રામાં સોનાની દાણચોરીમાં આ કાયદાનો ઉપયોગ કરીને તેને ત્રાસવાદી કૃત્ય ગણી શકાય નહી તેવો ચુકાદો આપતા હવે દાણચોરી અંગેના કેસમાં કસ્ટમ એકટ સિવાય વધારે કોઈ કાનુન ખાસ કરીને યુએપીએ લાગુ થશે નહી.
રાજસ્થાન હાઈકોર્ટ એ અગાઉ કેરેલા હાઈકોર્ટે અપાયેલા ચૂકાદા સમાન ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, સોનાની દાણચોરી અને ષડયંત્ર એથી દેશની આર્થિક સલામતી કે અર્થતંત્રને મોટા નુકશાન તેવા અર્થઘટન કરી શકાય નહી અને તેથી તે ત્રાસવાદી કૃત્ય ગણી શકાય નહી.
રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પંકજ કોઠારીની ખંડપીઠે જણાવ્યું હતું કે યુએપીએ એકટ ૨૦૧૨ માં કસ્ટમ એકટનો સમાવેશ થતો નથી અને તેથી તેમાં જામીનનો ઈન્કાર કરી શકે નહી. ૨૦૨૦માં જયપુર વિમાની મથકેથી સોનાની દાણચોરીનો એક કેસ ઝડપાયો હતો અને તેમાં સામાન્ય માત્રામાં સોનુ લાવવામાં આવ્યું હતું.