અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજા દિવસે ફોર્મ ભરવામાં ચુસ્તી જાવા મળી છે. ફક્ત જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસના છ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, એ સિવાય નગરપાલિકા કે જિલ્લા પંચાયતમાં એક પણ ઉમેદવારી આજના દિવસે નોંધાઈ ન હતી. અત્યાર સુધીમાં છ નગરપાલિકામાં એક પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે જિલ્લા પંચાયતમાં ગઈકાલે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.








































