લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી)ના પ્રમુખ ઋજુલ ગોંડલીયાનું સન્માન
સેવાકિય પ્રવૃત્તિ કરનારા આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા
અમરેલીમાં સેવાકિય પ્રવૃત્તિમાં હરહંમેશ અગ્રેસર રહેનારી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટીના નવનિયુકત પ્રમુખ બનવા બદલ સંજાગ ન્યૂઝ ખાતે ઋજુલ ગોંડલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઋજુલ ગોંડલીયા છેલ્લાં ઘણા વર્ષોથી સેવાકિય પ્રવૃત્તિમાં સતત પ્રયત્નશીલ છે. સંજાગ ન્યૂઝ ખાતે આવેલા ઋજુલ ગોંડલીયાનું ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, સારહિ તપોવન આશ્રમના સ્થાપક મુકેશભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સુરેશભાઈ દેસાઈ, હિરેનભાઈ હિરપરા, રિતેશભાઈ સોની સહિતનાઓએ ઋજુલ ગોંડલીયાનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. વસંતભાઈ મોવલીયાએ સેવાકિય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેવા ઋજુલ ગોંડલીયાને શુભેચ્છા આપી હતી.








































