સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આવેલા મોમાઈ આશ્રમ દ્વારા એક નોંધપાત્ર સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે. આશ્રમના મહંત શંભુગીરી બાપુ છેલ્લા ૩૦ વર્ષથી વિવિધ સામાજિક સેવાઓમાં કાર્યરત છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે ગાધકડા અને આસપાસના ગામોની ૧૭૫ દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઇ ધોરાજીયા, જિલ્લા પંચાયત સભ્ય પુનાભાઈ ગજેરા અને ભાજપ અગ્રણી જયસુખભાઈ સાવલિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે આશ્રમના મહંત શંભુગીરી બાપુએ આ સામાજિક કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને ઉપસ્થિત રહ્યા હતા.