સામાજીક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને ધમકી આપનારા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે જાફરાબાદના વડલીના જિલ્લા પ્રભારી જગદીશભાઈની અધ્યક્ષતામાં જાફરાબાદના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધમકી આપનારની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ રાષ્ટ્રીય સંયોજકને હથિયારી પોલીસ રક્ષણ આપવામાં આવે, જો અમારી માંગણીઓ બાબતે ગંભીરતા લેવામાં નહીં આવે તો મિશનમાં કામ કરતા સમાજના તમામ કાર્યકર્તાઓ રાજ્યવ્યાપી આંદોલન કરશે તેમ અંતમાં જણાવ્યુ છે.