એક તરફ સરકાર કોરોનાથી સાવધાન રહેવા ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરે છે. બીજી તરફ ભાજપના જ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે. રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજોયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં આવો જ નજોરો જોવા મળ્યો હતો. અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું અને ન તો સોશિયલ ડિસ્ટન્સ.ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતે માસ્ક પહેર્યા વગર લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.
સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના હજોરો કાર્યકર્તાઓ ઉમટી પડતા રિવરફ્રન્ટના રસ્તા ઉપર ટ્રાફિકજોમના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યકર્તાઓને લાવવા લઈ જવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજોરો કાર્યકરો એકઠા થતા કોરોના પણ ભૂલાઈ ગયો હતો. વળી પ્રોગ્રામ પૂર્ણ થાય તે પહેલાં જ મુખ્યપ્રધાનની હાજરીમાં ભોજન માટે કાર્યકરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રવિવારે વલસાડ જિલ્લાના પ્રવાસે હતા. એટલે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહતા. જોકે, ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિ રહેશે તેવું દર્શાવાયું હતું, પરંતુ બંનેય આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહતા.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યપ્રધાનના હસ્તે પદ્મ એવોર્ડ વિજેતા અમદાવાદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૮૨ બેઠકો જીતવાના ટાર્ગેટને કાર્યકરોને યાદ અપાવી હતી. આ કાર્યક્રમમાં ઈસનપુર અને ઈન્દ્રપુરી વોર્ડના ૩૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.