સાબરમતી રિવરફ્રન્ટ પર, ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી, નદીના પશ્ચિમ અને પૂર્વ બંને કિનારે પંચમહાભૂત, પૃથ્વી, વાયુ, અગ્નિ, પાણી, આકાશના પાંચ તત્વોની થીમ પર પાંચ-પાંચ પ્લાઝા બનાવવામાં આવશે. ગુજરાતમાં પ્રથમવાર પંચમહાભૂતના પાંચ તત્વો પર પ્લાઝા બનાવવામાં આવી રહ્યો છે.
નવેમ્બરમાં શરૂ થનાર ફેઝ-૩ની કામગીરી અંતર્ગત એક પછી એક પ્લાઝાનું કામ શરૂ થશે. મ્યુ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુબઈની સ્.જીરટ્ઠહ્વરટ્ઠ રિયલ્ટી કંપની કોઈપણ વળતરની અપેક્ષા વગર ઝ્રજીઇ ફંડમાંથી રૂ. ૧૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ કામ આગામી અઢી વર્ષમાં એટલે કે ૨૦૨૭માં પૂર્ણ થવાનો અંદાજ મહાનગરપાલિકાએ વ્યક્ત કર્યો છે.
સરકારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને તબક્કો-૩ના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. આ અંતર્ગત કોર્પોરેશન દ્વારા હાઇડ્રોલિક્સ અને ટેક્નિકલ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ કામગીરી માટે જરૂરી પર્યાવરણીય મંજૂરી માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી છે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી જરૂરી ડિઝાઇનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હવે આમાં કોઈ મોટા સુધારાની શક્યતા નથી. માનવ શરીર પાંચ તત્વોનું બનેલું છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું ખૂબ મહત્વ છે.
શહેરમાં ગ્રીન કવરનો ગ્રાફ વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર હરિયાળી વધારવામાં આવશે. હરિયાળી વધારવા માટે ફેઝ-૨માં મુખ્ય માર્ગ સિવાય ચારે બાજુ વૃક્ષો વાવવામાં આવશે. રિવરફ્રન્ટના અધિકારીઓને આશા છે કે આગામી અઢી વર્ષમાં ફેઝ-૨નું કામ પૂર્ણ થઈ જશે. કામ પૂર્ણ થયા બાદ જે વૃક્ષો વાવવામાં આવશે તે આગામી પાંચ વર્ષમાં ગ્રીન કવરમાં વધારો કરશે.
અહીં ફૂડ સ્ટોલ, શોપિંગ સેન્ટર, કાફે વિસ્તારો અને બાળકો માટે મનોરંજનના સાધનો હશે. પ્લાઝામાં ખાણીપીણીના સ્ટોલથી લઈને શોપિંગ સુધીના અનેક સ્ટોલ હશે. દરેક પ્લાઝામાં વિશ્વભરના ખાદ્યપદાર્થો અને નવી વાનગીઓ હશે. આ સિવાય ભારતથી લઈને વિદેશમાં પણ અલગ-અલગ શોપિંગ સેન્ટર હશે. આ ઉપરાંત બાળકો માટે અલગ કાફે વિસ્તાર અને મનોરંજનના સાધનો પણ હશે.