સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીતસરની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે પ્રદૂષણ મામલે રીતસરનો કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે મેગા પાઇપલાઇનમાં અમદાવાદ જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેન્કર જ પ્રદૂષિત પાણી નાખે છે. કોર્પોરેશનના ટેન્કર અને ટ્રેક્ટર પ્રદૂષિત પાણી લાઇનમાં નાખે છે. શુક્રવારે વિશેષ બેચની રચના કરવાના સંકેત આપ્યા હતા.
આમ સાબરમતીમાં પ્રદૂષણ કરવામાં કંપનીઓના એકમો ઓછા પડતા હતા તેમ સરકારી એકમો પણ તેમા ફાળો આપવા લાગ્યા છે. વાસ્તવમાં કોર્પોરેશનનું કામ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવાનું છે, તેના બદલે તે પોતે જ સાબરમતીને પ્રદૂષિત કરે છે. આમ વાડ જ ચીભડા ગળે તો પછી બીજું કોને કહેવા જવું.
હાઇકોર્ટે સાબરમતીમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા પ્રદૂષણને ગંભીરતાથી લીધું છે તે જાતાં કદાચ કોર્પોરેશનને દંડ ફટકારવામાં આવે તો પણ આશ્ચર્ય નહી થાય. આ સિવાય આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે તો પણ કોઈને આશ્ચર્ય નહીં થાય.