(એ.આર.એલ),હિંમતનગર,તા.૭
સાબરકાંઠાના તલોદમાં હેવાનિયત કોને કહેવાય તેનો નમૂનો બાપદીકરા અને એક ઇસમે રજૂ કર્યો હતો. બાપદીકરા અને એક અન્ય ઇસમે સગીરા પર દુષ્કૃત્ય કર્યુ હતુ. પોલીસે પિતા, સગીર પુત્ર અને અન્ય ઇસમ સામે ફરિયાદ નોંધી છે.પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી છે. સગર્ભા સગીરાને મેડિકલ ચેક અપ માટે ખસેડવામાં આવી છે. માતાની ફરિયાદના આધારે તલોદ પોલીસે કાર્યવાહી કરી છે. આમ સબ સલામતના દાવાથી વિપરીત હકીકત જુદી જ છે. આજે પણ રાજ્યમાં બહેન દીકરી બહાર જાય ત્યારે આ પ્રકારના અસામાજિક તત્વો તેના પર જાણે ત્રાટકવા બેઠા જ હોય છે.રાજ્યમાં મહિલાની વાત તો જવા દો સગીરાને પણ છોડવામાં આવતી નથી. આ બાબત પુરવાર કરે છે કે રાજ્ય સરકારે કન્યા કેળવણીની સાથે કન્યા રક્ષણના મોરચે પણ કામ કરવાની જરૂર છે. તેને સલામતીનો અહેસાસ કરાવવાની જરૂર છે. તેને પોતાનું રક્ષણ કરવા આત્મનિર્ભર બનાવવાની જરૂર છે.