સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. કારે પલ્ટી ખાધા બાદ કારમાં દોઢ કરોડ ભરેલા બે થેલા લૂંટારુઓ લૂંટી ગયા હતા. કારચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી હતી. સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. કારે પલ્ટી ખાધા બાદ કારમાં દોઢ કરોડ ભરેલા બે થેલા લૂંટારુઓ લૂંટી ગયા હતા. કારચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે કારચાલકની ફરિયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમોમાં સ્થાનિક પોલીસ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં લૂંટના બનાવના પગલે પોલીસે સમગ્ર જિલ્લાની નાકાબંધી કરી છે. દરેક નાકા પર વાહનોનું ચેકિંગ થવા માંડ્યું છે. આ ઉપરાંત પોલીસે તેના બાતમીદારોની ફોજ પણ સક્રિય કરી દીધી છે. પોલીસને ટૂંક સમયમાં જ આરોપીઓના સગડ મળે તેવી આશા છે.પોલીસને શંકા છે કે આ અકસ્માત પણ કદાચ લૂંટના કાવતરાના આયોજનનો હિસ્સો હોઈ શકે.આમ પોલીસ આ પાસા પર પણ તપાસ કરી રહી છે. તેથી અકસ્માત કેવી રીતે સર્જાયો અને કાર કેવી રીતે ઉલ્ટી થઈ ગઈ તે પણ જોઈ રહી છે. આ ઉપરાંત આ કિસ્સામાં કોઈ જાણભેદુનો પણ હાથ હોઈ શકે તેમ પોલીસ માને છે. તેથી પોલીસે ફરિયાદના સેલફોનના કોલ રેકોર્ડની પણ ચકાસણી કરી છે.આ પહેલા સાબરકાંઠામાં બનેલા લૂંટના બનાવમાં પોલીસ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરવામાં સફળ રહી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.૧૧.૨૨ લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. સાબરકાંઠાના હિમતનગરમાં બસ સ્ટેન્ડ પાસે લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે છ અલગ અલગ ટીમો બનાવી હતી. અંતે પોલીસે રૂ.૧૧.૨૨ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા. જોકે હજી પાંચ આરોપીઓ ફરાર છે જેની પોલીસ શોધ ચલાવી રહી છે.