હિંમતનગરના બેરણા ગામે એલસીબી પોલીસે છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ ઉપર અચાનક રેડ કરી આઠ આરોપીઓ સાથે ૧૧ લાખથી વધુના મુદ્દા માલને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના બેરણા ગામે બંધ મકાનમાં જુગારધામ ચાલતું હોવાની સાબરકાંઠા એલસીબી પોલીસની બાતમી મળી હતી, જેના પગલે પોલીસે બેરણા ગામે આવેલા બંધ મકાનમાં રેડ કરી હતી. જોકે રેડ કરતા પોલીસે ૪૦,૦૦૦ થી વધુની રોકડ સહિત ચાર વાહન અને ત્રણ મોબાઇલ સાથે કુલ ૧૧ લાખથી વધુનો મુદ્દામલ ઝડપ્યો છે.
પોલીસે અચાનક કરેલી રેડના પગલે અન્ય જગ્યાઓએ છુપી રીતે ચાલતા જુગારધામ સહિત જુગારીયોમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ ચાલતા જુગારધામથી કેટલાય લોકોના જીવન બરબાદ થતા હોય છે તેવા સમય સંજાગે જિલ્લા એલસીબી પોલીસે કરેલી રેડ થકી હાલમાં સાત આરોપીઓ તેમજ જુગારધામ ચલાવતા મુખ્ય આરોપીની પણ અટકાયત કરી છે. જુગારધામના સંચાલક સહિત ૧૧ લાખ જેટલો મુદ્દામાં રિકવર કરાયો છે, તેમજ આઠ જુગારીને ઝડપી પાડ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી માનવ જીવન માટે જાખમ રૂપ ગણાતા ગુનાઓ ઉકેલવામાં જિલ્લા પોલીસને સફળતા મળી રહી છે. જાકે છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લા પોલીસને શહેરની સાથો સાથ હવે ગ્રામ્ય કક્ષાએ પણ વધતા જતા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી રહી છે, જે અંતર્ગત સોમવારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારના મેળા ગામે કેટલાક સમયથી બંધ મકાનમાં ચાલતા જુગારધામને પકડી પાડવામાં પોલીસ સફળ રહી છે.
જાકે એક તરફ દિન પ્રતિદિન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતાં ગુનાઓ તેમજ ગુનેગારો માટે પોલીસે બાદમીદારો સહિત આધુનિક સર્વિલન્સ ની મદદ લેવાની હજુ પણ તાથી જરૂરિયાત છે ત્યારે જાવે રહેજે કે આ મામલે આવનારા સમયમાં પોલીસ તત્ર દ્વારા કેવાને કેટલા પગલાં ભરાય છે તેમજ ગુનાઓને સંપૂર્ણપણે કાબુમાં લેવા કેવી સ્થિતિ નિર્માણ પામે છે.





































