ઘઉંઃ ઘઉંમાં નિંઘલ અથવા દુધિયા દાણા બેસે ત્યારે ૫૦ ગ્રામ ૧૦ લિ. પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.
• મલ્ટી માઈક્રોન્યુટ્રીયન્ટ મિક્ષર ગ્રેડ ૪ નો છંટકાવ વાવણી પછી ૩૦, ૪૫ અને ૫૦ દિવસે ઉભા પાકમાં ૧ % નો છંટકાવ કરવો. અનાવૃત અંગારીયાના લક્ષણોમાં ઘઉંમાં ડુંડી આવે ત્યારે જ રોગના ચિન્હો જોવામાં આવે છે.
• રોગગ્રસ્ત ડુંડીમાં દાણાની જગ્યાએ કાળી ભૂકી જોવા મળે છે, આ ભુકી ફુગના સુક્ષ્મ બીજાણું છે.
• અનાવૃત અંગારીયાના નિયંત્રણ માટે ખેતરમાં રોગિષ્ટ છોડ દેખાતાની સાથે જ નાશ કરવો.
• દિવેલા: ડોડવા કોરી ખાનાર ઈયળ અને લશ્કરી ઇયળનો ઉપદ્રવ જણાય તો ડાયકલોરોવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનિપપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ફ્‌લુબેન્ડીયા ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૫ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
વરીયાળીસાપ્તાહિક ખેતી કાર્યો:- • પાનના સુકારાના નિયંત્રણ માટે રોગ વધુ જોવા મળે તો અસરગ્રસ્ત છોડની થડની આસપાસ તાંબાયુક્ત દવાનું (કોપર ઓક્સિકલોરાઈડ)૦.૨% નું દ્રાવણ બનાવી થડની આસપાસ મૂળ ભીંજાય તે રીતે છાંટવું.
• બટાકા: છંટકાવ મિક્ષર ગ્રેડ – ૨ નો વાવણી પછી ૪૦, ૫૦ અને ૬૦ દિવસે ઉભા પાકમાં ૧ % નો છંટકાવ કરવો.
• મરચી: જમીનમાં પૂર્તિ માટેનો મિક્ષર ગ્રેડ – ૫ ૨૦ કિ.ગ્રા. / હે. મુજબ પાયાના ખાતર સાથે આપવો.
લસણ:
• મરી મસાલાના પાકો (વરીયાળી, જીરુ, ઘાણા, મેથી, સુવા અને અજમો)માં કથીરીના નિયંત્રણ માટે સ્પાયરોમેસીફેન ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈ.સી. ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
• ચણા: પોપટા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીપપ્રોલ ૩ મિ.લિ. અથવા ફ્‌લુબેન્ડિયામાઈડ ૩ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણીમાં નાખી પ્રથમ છંટકાવ ૫૦ % ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમના ૧૫ દિવસે કરવો.
• યુરીયાનો છંટકાવ બિન પિયત ચણામાં ફૂલ બેસતી વખતે પ્રથમ અને તેના ૨૦ દિવસો પછી ૨ % યુરીયા દ્રાવણનો બીજો છંટકાવ કરવાથી ઉત્પાદન વધે છે.
• ચણામાં પિયત(૧) ઓરવીને વાવ્યા પછી ૨૦ દિવસે(૨) ફુલ બેસતી વખતે(૩) પોપટા બેસતી વખતે અને(૪) દાણા ભરાતી વખતે આપવું.
• લીલી ઈયળ: આ જીવાત પાન, કુણી કુંપળો અને પોપટા કોરી ખાય છે. એના નિયંત્રણ માટે ફેરોમેન વીધે ૧ મુકવું. રાસાયણિક દવાઓમાં પ્રોફેનોફોસ ૨૦ મિ.લિ. અથવા ઈમાંમેકટીન બેન્ઝોએટ ૨ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનિપપ્રોલ ૨ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફુલ બેસે ત્યારે અને પછી ૧૫ દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો.
• તુવેર: ફુલ, શીંગ અને શીંગમાં દાણા ભરાવા, એ કટોકટીની અવસ્થા હોય, ત્યારે પિયત આપવા.
• શેરડી અને ઘઉં: આ પાકમાં મેંગેનીઝની ઉણપ દેખાય ત્યારે છોડના કુમળા પાન પીળા
દેખાય તથા પાનની નસો ઘાટી લીલી જોવા મળે અને નસો વચ્ચેનો ભાગ પીળો દેખાય.
• વચ્ચેના પીળા પાન પર રતાશ પડતા તપખરીયા રંગની ભાત અને પાનની નાનામાં નાની શીરા લીલી દેખાય.
• મેંગેનીઝની ઉણપ દેખાય ત્યારે ૦.૬ ટકા મેંગેનીઝ સલ્ફેટને ૦.૩ ટકા ચૂનાના નીતર્યા પાણીમાં ઓગાળીને દ્રાવણનો છોડ પર છંટકાવ કરવો.
• જમીનમાં ૮૦ કિ.ગ્રા. / હેક્ટર મેંગેનીઝ સલ્ફેટ આપવું. તેમજ જમીનમાં સેન્દ્રીય ખાતર આપવું.
લસણ અને ડુંગળીના મૂળનો ગુલાબી સડો ઃ
લક્ષણો:
• લસણ અને ડુંગળીના મૂળનો ગુલાબી સડો એક પ્રકારની ફૂગ ફયુઝેરીયમથી થાય છે.
• રોગકારકનો ચેપ મૂળ દ્વારા લાગે છે. નબળા અને ઈજાગ્રસ્ત મૂળમા રોગનો ચેપ વધુ લાગે છે. તેથી મૂળ સડી જાય છે. કંદમાં પણ ચેપ લાગે છે તેથી પોષક તત્વો અને પાણી કંદને ન મળવાથી ચીમળાઈને સડી જાય છે.
આ રોગ પાણી મારફત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. તાપમાન વધવાથી આ રોગની તીવ્રતા વધે છે. ઘણી વખત ગુલાબી મૂળ ભૂખરા થઈ ચીમળાઈને નાશ પામે છે. નવા ફુટતા મૂળ પણ રોગીષ્ટ થઈ સડી જાય છે. સામાન્ય રીતે પાન પર આ રોગના કોઈ લક્ષણ જોવા મળતા નથી પણ કંદ / ગાંઠીયાનું કદ નાનું રહે છે. છતાં વધુ પ્રમાણમાં રોગ લાગેલ હોય તો પાનની ટોચ સફેદ, પીળી પડી જાય છે.
જીરુમાં સુકારોઃ-
• આ રોગ જમીનજન્ય ફુગ ફયુઝેરીયમ ઓકઝીસ્પોરમફોર્મા સ્પીસીસકયુમીની થી થાય છે.
• જીરુનો છોડ પાણીની તાણ પડે ને લંધાય તેમ રોગકારક ફુગના ચેપને લઈને છોડ લંઘાય, પાણી આપેલમાં પણ છોડ લંધાય છે.આ તંદુરસ્ત લાગતા છોડના અચાનક ઉપરના કુણા ડોકા, કુમળી ડાળીઓ બીજા દિવસે નમી પડે છે. સામાન્ય રીતે૨૫ – ૩૦ દિવસના છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સુકાઈ જાય છે. રોગની શરૂઆત ખેતરમાં કુંડી –ગુંડીઓમાં જોવા મળે છે. જે ધીમે ધીમે વધારે વિસ્તારમાં પ્રસરે છે. રોગિષ્ટ છોડમાં દાણા બેસવાનો પ્રશ્ન જ નથી. બેસે તો દાણાનો વિકાસ થતો નથી, તેથી દાણા ચીમળાયેલા વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાના હોય છે.
તેના નિયંત્રણ માટેઃ-
(૧)પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેંકોઝેબ ૦.૨ટકા(૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં)દ્રાવણના કુલ ૪ છંટકાવ ૧૦ દિવસે કરવા. દવા છાંટતી વખતે છોડના બધા જ ભાગો પર દવા બરોબર છંટાય તેની કાળજી અવશ્ય રાખવી.
(૨)સુકાતા છોડની આજુબાજુ કાર્બેન્ડાઝીમ(૫૦%) ૦.૧ % ૧૦ ગ્રામ પ્રતિ૧૦ લિટરપ્પાણીમાં મિશ્ર કરી રેડવું.