ઝારખંડના ગઢવામાં હાથી પોતાના સાથીની મોતનો બદલો લઇ રહ્યાં છે.હાથીએ અત્યાર સુધી ડઝનેક ઘરોને ધ્વસ્ત કર્યા છે અને પાકોને નુકસાન પહોંચાડયું છે. સ્થિતિ એવી છે કે અત્યાર સુધી એક વ્યક્તિને
હાથીઓના ઝુંડે કચડી નાખ્યો છે તો ડઝનેક લોકોને ઇજા પહોંચાડી છે.હવે ગ્રામીણ આખી રાત જાગી પોતાનો જીવ બચાવી રહ્યાં છે.
ગઢવા જીલ્લામાં અનેક જંગલી વિસ્તારમાં હાલના દિવસોમાં હાથીઓનો આતંક જાવા મળી રહ્યાં છે સૌથી વધુ હાથીઓનો આતંક રંકા તાલુકામાં જાવા મળી રહ્યો છે.એ યાદ રહે કે કેટલાક દિવસ પહેલા અહીં હાથીના બાળકનું મોત થયું હતું. જેને વન વિભાગની ટીમે તેને ગામમાં દફનાવી દીધું હતું ત્યારથી દરરોજ રાત્રે હાથીઓનનું ઝુંડ આ જગ્યાએ આવી શોક મનાવે છે. હાથી જતા જતાં ગામમાં ઉત્પાદ મચાવી રહ્યાં છે.
હાથીઓના ભયને કારણે ગ્રામીણો ધરમાં આખી રાત જાગીને હાથીઓને ટિનના સહારે ભગાડી રહ્યાં છે.ગ્રામીણોને ન તો રાતે ઉંધ આવે છે અને ન તો દિવસમાં શાંતિ છે.ગ્રામીણ મહિલાઓએ જણાવ્યું હતું કે અમે લોકો પરેશાન થઇ ગયા છે ડરના છાયામાં જીવવા મજબુર બન્યા છીએ.વન વિભાગે હાથીઓને રહેણાંક વિસ્તારમાંથી ભગાડવા માટે બંગાળથી વિશેષ ટીમ આવી છે. જે રાતના અંધારામાં જંગલોમાં હાથીઓને મશાલ લઇ ભગાડે છે.જયારે વન વિભાગના જણાવ્યા અનુસાર એક હાથીનું મોત થયું છે આથી હાથીઓ વધુ ઉશ્કેરાઇ ગયા હતાં અને હંગામો કરી રહ્યાં છે.