૨૨ જુલાઈ ૨૦૧૬માં સવારે ઈન્ડીયન એરફોર્સનનું એન્ટનોવ એએન-૩૨ વિમાન ચેન્નાઈથી પોર્ટ બ્લેર જવા રવાના થયું હતું. જેમાં ભારતીય સેનાના ૨૯ જણા સવાર હતા. અંદાજે પોણા કલાક બાદ સવારે ૯.૧૫ વાગ્યે વિમાનથી તમામ પ્રકારનો સંપર્ક તુટી ગયો હતો.૮ સપ્તાહ સુધી આ વિમાન શોધવા માટે ભારતે સૌથી મોટુ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, જાકે વિમાનનો પતતો લાગ્યો ન હતો. હવે સાડા સાત વર્ષ બાદ અંડર વોટર વિહીકલને બંગાળની ખાડીમાં ૩.૫ કિલોમીટર નીચે વિમાનનો કાટમાળ મળ્યો છે. જે ૨૦૧૬માં ગાયબ થયેલા એન્ટટોનોવ એએન-૩૨ વિમાનનો જ છે.
૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે એરફોર્સનું એન્ટટોનોવ એએન-૩૨ વિમાન ચેન્નાઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી રવાના થયું હતું. આ વિમાનને પોર્ટ બ્લેરમાં તહેનાત આઈએનએસ ઉત્ક્રોસ ઉપર સવારે ૧૧.૪૫ વાગ્યે ઉતરવાનું હતું. આઈએનએસ ઉત્ક્રોસ પર સવાર જવાવો માટે આ વિમાન દર અઠવાડિયે જરૂરી સામાન પહોંચાડતું હતું.
આ વખતે વિમાન ઉપડ્યા બાદ અડધા કલાકમાં વિમાનનો કોંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી ગયો. તે સમયે વિમાન બંગાળની ખાડી ઉપર હતું. રડાર પર આ વિમાનને શોધવાની કોશિષ કરવામાં આવી હતી પણ સફળતા મળી ન હતી. તાત્કાલિક તેની સુચના સુચના રક્ષા મંત્રાલય, નેવી અને એરફોર્સને આપવામાં આવી હતી,. સેટેલાઈટ્‌સના માધ્યમથી તેને શોધવાની કામગીર થઈ હતી પરંતુ વિનાનનો પતો લાગ્યો ન હતો.
૨૨ જુલાઈના રોજ વિમાનને શોધવામાટે ઈન્ડીયન નેવી, કોસ્ટગાર્ડે સાથે મળીને એક ઓપરેશન શરૂ કર્યું હતું.જેમાં એક સબમરીન, જહાજ અને પાંચ એરકક્રાફ્ટ કામે લગાવવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી વિમાનનો પત્તો ન લાગતા અંતે આ સર્ચ ઓપરેશન માટે ૧૬ જહાજ અને છ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા. જેમાં આ ટીમને બંગાળની ખાડીમાં ચેન્નાઈથી ૨૭૭ કિમી. દુર પિર્વ દિશામાં મોકલવામાં આવી હતી.
એક મહિનાની તપાસ બાદ ૧ ઓગસ્ટ ૨૦૧૬માં વાયુસેના અને નૌસેનાને ફક્ત એટલીજ માહિતી મલી હતી કે વિમાનમાં
અંડરવોટર લોકેટર બીકન લગાવેલું ન હતું. જોકે તેમાં બે ઈમરજન્સી હતા. જોકે તેનો પતો ન લાગ્‌..જોકે ૫૬ દિવસ બાદ આ સર્ચ ઓપરેશન બંધ કરી દેવાયુ હતું. સર્ચ ઓપરેશનમાં કંઈ હાથ ન લાગતા તેના પર સવાર તમામ ૨૯ જણાના મોત થયા હોવાનું માની લેવાયું હતું. તેમના પરિવારને સેના તરફથી આ માહિતી આપવામાં આવી હતી.
દરમિયાન રક્ષા મંત્રાલયએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એરપોર્સના અેંટોવ એએન-૩૨ વિમાનનો કાટમાળ મળ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તોડા સમય પહેલા સમુદ્ર પ્રૌદ્યોગિક સંસ્થાનએ રિમોટ કંટ્રોલથી ચાલતા અંડરવોટર વિહિકલને બંગાળની ખાડીમાં તપાસ માટે ઉતર્યું હતું.ચેન્નાઈથી ૩૧૦ કિમી. દૂર ૩.૪ કિલોમીટરના ઉંડાણણાંથી મોટો કાટમાળ મળ્યો હતો. તેની તપાસમાં ખબર પડી સાડા સાત વર્ષ પહેલા ગુમ થયેલા એન્ટટોનોવ એએન-૩૨ વિમાનનો આ કાટમાળ છે.