કોડીનાર પોલીસ મથકમાં ૭ વર્ષ પહેલા નોંધાયેલ દારૂ લગત ગુનાના આરોપીને કોડીનાર સર્વેલન્સ ટીમે ઝડપી પાડી કાર્યવાહી કરી છે. કોડીનારમાં ગેસ ગોડાઉન પાસે અને હાલ અમરેલીના મોણપુરમાં રહેતા રેખાબેન જીલીયા નામની મહિલા સામે વર્ષ ર૦૧પમાં કોડીનાર પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો.
આરોપી મહિલા છેલ્લા ૭ વર્ષથી નાસતી-ફરતી હોય, પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાનમાં કોડીનાર પોલીસની સર્વેલન્સ ટીમે મહિલાને ઘાંટવડ ગામેથી ગેસના ગોડાઉન પાસેથી ઝડપી લીધી હતી. અને આગળની કાર્યવાહી હાથ
ધરી હતી.