સાણંદમાં આઇપીએલની મેચ પર સટ્ટા સાથે દારૂની મહેફિલ માણતા સાત શખ્સોને અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ ઝડપી લીધા હતા.એલસીબી પોલીસને માહિતી મળી હતી કે સાણંદ ગામની સીમમાં , કલહાર બ્લ્યુ ગ્રીન મકાનમાં કેટલાક શખ્સો આઇપીએલની મેચ પર સટ્ટા સાછે દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. તપાસમાં આરોપીઓ આઇપીએલ ૨૦૨૫ની ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ મેચ પર સટ્ટો રમતા હતા અને સાથે સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેમાં પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ૧૩ મોબાઈલ, ટીવી, રોકડ રકમ અને પાંચ વાહનો, દારૂની ૨૬ બોટલ. ચાર બિયરના ટીન વગેરે મળીને કુલ રૂ. ૩૩,૬૮,૯૯૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં સાણંદમાં રહેતા સહદેવસિંહ કે.ઝાલા, રાજકોટના હિરેન સી.માકડીયા, સાઉથ બોપલના પ્રતાપ એમ.સિંધવ, રાજકોટના વિરલ એ.અગ્રાવત, સાણંદના પુર્વરાજસિંહ જે.વાઘેલા, સાણંદના હરપાલસિંહ જી.વાઘેલા અને ગાંદીનગરના સંગ્રામ એ.ડોડીયાની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી એલસીબીના પી.આઈ. આર.એન.કરમટીયા, પી.આઈ કે.એ.સાવલીયા, એએસઆઈ ધરમશી દેસાઈ તથા તેમની ટીમે બજાવી હતી.