ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કેસમાં ૧૯ વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતીને ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ યુવતી સાણંદની રહેવાસી છે અને તેણે પોતાના ૨૧ સપ્તાહથી વધુના ગર્ભને સમાપ્ત કરવાની માંગ સાથે હાઈકોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા સહિત ડોક્ટરોની પેનલને યુવતીની તબીબી તપાસ કરવા અને ગર્ભપાત શક્ય છે કે નહીં તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા સૂચના આપી હતી.
ડોક્ટરોના રિપોર્ટ અનુસાર યુવતીને ૨૧ સપ્તાહ અને ૬ દિવસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું અને મેડિકલ દ્રષ્ટિએ ગર્ભપાત શક્્ય હોવાનું જણાવાયું હતું. આ આધારે હાઈકોર્ટે યુવતીને ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે, ગર્ભપાત કરતા પહેલા યુવતીની લેખિત સહમતિ લેવામાં આવશે અને તેની સાથે સંકળાયેલા તમામ જાખમો વિશે તેને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સાથે જ ગર્ભમાંથી લેવામાં આવેલા ડ્ઢદ્ગછ સેમ્પલ તપાસ અધિકારીને સોંપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જેથી ચાલુ તપાસમાં તેનો ઉપયોગ થઈ શકે.
આ કેસમાં એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે, જા ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે અને યુવતી તેને રાખવા ઇચ્છતી ન હોય, તો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ કેસમાં અગાઉ યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવામાં ટાળમટોળ કરી રહ્યા હતા. તેણીને પેટમાં દુખાવો હોવા છતાંહોસ્પિટલ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અરજદારના વકીલ ભાવના આચાર્યએ જણાવ્યું હતું કે, આ કેસ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે પીડિતા એક નાની ઉંમરની યુવતી છે અને દુષ્કર્મની શિકાર છે. આવી પરિસ્થિતિમાં તેને સમયસર મેડિકલ સહાય અને કાયદાકીય રાહત મળવી ખૂબ જરૂરી હતી. કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ગર્ભપાતની મંજૂરી આપી છે, જે પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય છે. સાથે જ તપાસ માટે ડીએનએ સેમ્પલ જાળવવાનો નિર્ણય પણ કાયદાકીય રીતે જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય માત્ર કાયદાકીય નહીં પરંતુ માનવતાવાદી દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. આ કેસ ફરી એકવાર મેડિકલ અને કાનૂની પ્રક્રિયાઓ વચ્ચેના સંકલન અને પીડિતાના અધિકારોને કેન્દ્રમાં રાખવાની જરૂરિયાતને ઉજાગર કરે છે.










































