કોડીનાર તાલુકાના ડોળાસા ગામે રૂ. ૩.પપ કરોડ જેવા જંગી ખર્ચે બનાવવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાને આજે ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતિ જવા છતાં આજદિન સુધી હજુ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, ત્યારે આ હોસ્પિટલને ક્યારે ખુલ્લી મુકવામાં આવશે? તેની ગરીબ દર્દીઓ રાહ જાઇ રહ્યા છે. ફક્ત ઉદ્ઘાટનના વાંકે આ અત્યાધુનિક હોસ્પિટલ ખંડેરની માફક પડી રહી છે. હોસ્પિટલના ઓટલા પર જ શ્વાનો સુતેલા જાવા મળે છે. દરવાજાની સામે જ પા‹કગ બની ગયું હોય તેમ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. નવી બનેલી હોસ્પિટલ આ રીતે પડી રહી છે. હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો ડોળાસા પંથકના ૪૦ જેટલા ગામોને સુવિધા મળી શકે તેમ છે, ત્યારે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.