અમરેલી નજીક આવેલા સાજીયાવદર ગામે બંધ પડેલા રહેણાંક મકાનોને દીપડાઓએ આશ્રયસ્થાન બનાવ્યુ છે. ચાર દીપડા ગામમાં હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. જો કે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કવાયત  હાથ ધરવામાં આવી છે જેમાં બે દીપડાને પકડવામાં સફળતા મેળવી છે ત્યારે હજુ બે દીપડા જાહેર માર્ગ પર આંટાફેરા મારતા હોય આખુ ગામ બાનમાં લીધુ છે.