અમરેલીના સાજીયાવદર ગામના પાટીયે રાત્રે ઉતરેલા પુરુષને બડીયા વડે માર મારી કપાળના ભાગે ઈજા પહોંચાડી બે અજાણ્યા ઇસમ નાસી ગયા હતા.
બનાવ અંગે માધાભાઈ કાળાભાઈ પરમાર (ઉ.વ.૫૫)એ બે અજાણ્યા ઇસમો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ બે દિવસ પહેલા તેમની નોકરી પૂરી કરી અમરેલી નાના બસ સ્ટેન્ડથી ધારી-ચલાલા જતી સરકારી બસમાં સાજીયાવદર ગામના પાટીયે ઉતરતાં બે અજાણ્યા ઇસમોએ આવીને તારી પાસે હોય તે મને આપી દે કહી ધોકા વડે માર મારી નાસી છૂટ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન.જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.