અમરેલી તાલુકાના સાજીયાવદર ગામની ૮ વર્ષની દીકરી ક્રિષ્ના કાગડએ સાયકલ પર બેસી ચારધામની યાત્રા કરી હતી. આ દરમિયાન તેણીએ ગુજરાતના ૧૯ જિલ્લા તેમજ ૧ર થી વધુ રાજયોનો પ્રવાસ કર્યો હતો. ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન જેવા દેશોની બોર્ડર નજીકથી પણ હિંમતભેર પસાર થઈ હતી. અને સાજીયાવદર ગામનું નામ રોશન કર્યુ તે બદલ સાજીયાવદર ગામ પરિવાર વતી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.