અમરેલી જિલ્લામાં રોડ રસ્તા પર યમરાજના દૈનિક આંટાફેરા થઈ ગયા હોય તેમ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રોજબરોજ ક્યાંકને ક્યાંક જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે. ચાડિયા ગામના ગુણવંતભાઈ વાલજીભાઈ ભંડેરી (ઉ.વ.૫૦)એ રસિકભાઈ પ્રાગજીભાઈ ભંડેરી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ પુરઝડપે મોટર સાયકલ ચલાવતાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં પાછળ બેઠેલા ભાવનાબેનનું ઈજા થવાથી મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.