મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત ૧૫ આરોપીને દોષિત જાહેર કર્યા છે.જે બાદ કોર્ટે તમામને ૭ વર્ષની સજા ફટકારી છે.
દૂધસાગર ડેરીમાંથી વર્ષ ૨૦૧૩માં ૨૨.૫૦ કરોડનું સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું. જે બાદ કુલ ૨૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ૨૨ આરોપીઓમાંથી ૩ આરોપીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે કૌભાંડ કેસમાં સંડોવાયેલા ૪ કર્મચારીઓને દોષમુક્ત જાહેર કરાયા છે. ૧૫ ઓરોપીઓને દોષિત જાહેર કરાયા છે.
મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગર દાણ મોકલાયું હતું. કોઇપણ મંજૂરી વિના સાગર દાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. જેને પગલે ડેરીને રૂપિયા ૨૨.૫૦ કરોડનું નુકસાન થયું હતું. તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા સાગરદાણ મોકલાયું હોવાનો આક્ષેપ છે.
વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા. મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને દૂધ સાગર ડેરીમાંથી મહારાષ્ટ્રની મહાનંદાડેરીને સાગરદાણ મોકલાયું હતું, આ અંગે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. ય્સ્સ્હ્લઝ્રની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું.
સાગરદાણ મોકલવા અંગે ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા. જે બાદ ૩૦ દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો. સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યા હતાચેરમેન બન્યા બાદ હાઇકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા. વિપુલ ચૌધરી રાજપાની સરકારમાં ગૃહમંત્રી હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપમાં હતા ત્યારે જીએમએમએફસીના ચેરમેન પણ બન્યા હતા