નાની કુંકાવાવ સાકેતધામના પ્રભાતેશ્વરી માતાનો ભદ્રોત્સવ ભંડારો યોજાયો હતો. જેમાં યોજાયેલ સંત દર્શન યાત્રા, ધર્મસભા, સંતોના પૂજન-સત્કાર જેવા પ્રસંગોમાં સામાજિક-રાજકીય આગેવાનો, સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા, તુલસીદાસબાપુ, નાનજીભાઇ મોવલીયા, રસીકભાઇ, સવજીભાઇ લીંબાણી, પૂ. ચંદુબાપુ, શ્રી લલિત કિશોરશરણદાસજી મહારાજ, ઘનશ્યામદાસજી મહારાજ, મહંત રમેશપ્રગટબાપુ, મસ્તરામજી મહારાજ, કિરીટદાસજીબાપુ, જયુદાદા ડોડીયાળા, અવધબિહારીદાસ બાપુ, પ્રિતમદાસબાપુ, વિશ્રામદાસબાપુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયાબેન તથા ડુંગરશીભાઇ કાકડીયા દ્વારા મંત્રોચ્ચાર સાથે સનાતન ધર્મ પ્રતિક સમાન સ્તંભ પૂજન કરાયું હતું. આરતીબેન કાકડીયાએ મહાઆરતી ઉતારી હતી. ડુંગરશીભાઇ અને ભવાનભાઇ કાકડીયા, કુંદનબેન કાકડીયા, મેહુલભાઇ કાકડીયા, પારસભાઇ કાકડીયા, પ્રયાગરાજ કાકડીયા સહિતના લોકોએ આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.