આસમાને પહોંચી રહેલી મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાંખી છે અને હાલ તેનાથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. આંતરરાષ્ટ્રીયય બજોરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો,રેપો રેટમાં વધારો,ઘઉં અને અન્ય ખાદ્ય ચીજોના વધતા જતા ભાવને પગલે ફુગાવો ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળા સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે, એટલું જ નહીં પણ પહેલા કરતા વધારે ઈએમઆઈ ચૂકવવી પડશે. જો કે સરકાર અને આરબીઆઇએ સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે અનેક પગલાં ભર્યા છે.
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક શરૂ થઈ ગઈ છે. બુધવારે તેના નિર્ણયો આવશે, જેમાં ૦.૩૫-૦.૪૦% સુધી ફરીથી રેપો રેટની જોહેરાત કરવામાં આવી શકે છે. જો આમ થશે તો વિવિધ પ્રકારના દેવા મોંઘા થશે. આની અસર લોકોના માસિક હપ્તા (ઈએમઆઈ) પર પડશે. તેમને પહેલા કરતા વધારે ઈએમઆઈ ચૂકવવી પડશે. જોણકારોનું માનવું છે કે, રિટેલ ફુગાવો એપ્રિલમાં આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને જથ્થાબંધ ફુગાવો ૧૩ મહિના સુધી બે આંકડામાં રહેવાને કારણે આરબીઆઇ પાસે વ્યાજદરમાં વધારો કરવા માટે મર્યાદિત વિકલ્પો બચ્યા છે.
કોટક મહિન્દ્રા બેન્કના ગ્રુપ પ્રેસિડેન્ટ (કન્ઝ્યુમર બેન્કિંગ) શાંતિ એકમ્બરમે જણાવ્યું હતું કે, “વધતી મોંઘવારીના સમયમાં આ બેઠકમાં એમપીસીમાં ૦.૩૫-૦.૫૦ ટકાનો વધારો થઈ શકે છે. પેટ્રોલિયમ અને કોમોડિટીના ભાવને જોતા રેપો રેટમાં કુલ એકથી દોઢ ટકાનો વધારો થવાનો અંદાજ છે.
દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ સાઉદી અરબે એશિયાઈ દેશો માટે કાચા તેલની કિંમતોમાં ૬.૫૦ ડાલરનો ઐતિહાસિક વધારો કર્યો છે. જે બાદ વૈશ્વિક બજોરમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦.૩% વધીને ૧૦૨.૦૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. યુએસ બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ક્રૂડ ૦.૩ ટકા વધીને ૧૧૯.૨૭ ડોલર પ્રતિ બેરલની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. સાઉદી અરબે એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઈલ (અરબ લાઈટ ક્રૂડ)ના જુલાઈ મહિનાના ભાવમાં ૬.૫૦ ડાલરનો વધારો કર્યો છે. આને કારણે વૈશ્વિક બજોરમાં કાચા તેલની કિંમતો મે મહિનાથી જ ટોચ પર પહોંચી ગઈ હતી