સાઉથ આફ્રિકાના લેજન્ડરી ખેલાડી એ.બી. ડી. વિલિયર્સે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જોહેરાત કરી છે. શુક્રવારે તેણે પોતાની ૧૭ વર્ષની લાંબી કારકિર્દીનો અંત આણ્યો છે અને ટ્‌વીટર પર પોતાની નિવૃત્તિની જોહેરાત કરી છે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતો ડી.વિલિયર્સ તેની ઝડપી અને અલગ રમત માટે જોણીતો હતો. એ.બી. ડી.વિલિયર્સે સાઉથ આફ્રિકા માટે ૧૧૪ ટસ્ટ, ૨૨૮ વનડે અને ૭૮ ટી-ટ્‌વેન્ટી રમી હતી.
એ.બી. ડી. વિલિયર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારી સફર ખૂબ જ જોરદાર રહી, મે ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી નિવૃત્તી લેવાનું નક્કી કર્યુ છે. ‘ મારા ભાઈ સાથે ઘરના વાડામાંથી રમવાની શરૂઆત કરીને દેશ માટે રમવાનો આનંદ લીધો છે પરંતુ ૩૭ વર્ષની ઉંમરે હવે મને એ મજો નથી આવતી.
હું જોણું છું કે મારા પરિવારે આપેલા ત્યાગ અને સમપર્ણ સિવાય આ શક્ય નહોતું. મારા માતાપિતા, મારા ભાઈ, મારી પત્ની ડેનિયલ, મારા બાળકો. હું જીવનમાં નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આ તબક્કામાં મારો પરિવાર મારી પ્રાધાન્યતા રહેશે.
હું મારા સાથીઓનો આભાર માનું છું. મારા વિરોધી ખેલાડીઓનો આભાર માનું છું. દરેક ફિઝિયો જેમની સાથએ મેં કામ કર્યુ તે. દરેક સ્ટાફ મેમ્બર જેમની સાથે મેં પ્રવાસ કર્યો, તમામ ચાહકોનો ભારત અને આફ્રિકામાં આભાર માનું છું.
ક્રિકેટ મારા માટે ખૂબ જ લાગણીભર્યુ રહ્યું. ટાઇટન્સથી લઈને આરસીબી સુધીની રમતમાં આખા વિશ્વમાં આ રમતે મને અભૂતપૂર્વ અનુભવો કરાવ્યો અને તક આપી. હું આના માટે કાયમ આભારી રહીશ.’
ડી.વિલિયર્સની નિવૃતીના પગલે તે હવે રોયલ ચેલેન્જર બેંગ્લોરમાંથી પણ નહીં રમે. આરસીબી સાથે જી.વિલિયર્સ વર્ષ ૨૦૧૧થી જોડાયેસલા હતો.આર.સી.બી અંગે એ.બી. ડી.વિલિયર્સે કહ્યું કે આરસીબી સાથએનો ૧૧ વર્ષનો નાતો ખૂબ સારો રહ્યો. આ ટીમને છોડતા ખૂબ ભાવુક છું.આ નિર્ણય સુધી પહોંચવામાં ખૂબ સમય લાગ્યો છે. પરંતુ ઘણું બધું વિચાર્યા પછી મેં ઈનિંગ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. હું વિરાટ કોહલી અને આરસીબી મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ તેમજ સપોર્ટ સ્ટાફનો આભારી છું.
ડી.વિલિયર્સે આર.સીબી માટે ૧૫૬ મેચ રમી અને ૪,૪૯૧ રન બનાવ્યા હતા. તેણે સૌથી વધુ મુંબઈ સામે ૨૦૧૫માં ૧૩૩ રન નોટાઆઉટ અને ૨૦૧૬માં ગુજરાત લાયન્સ સામે ૧૨૯ નોટ આઉટ બનાવ્યા હતા.,એ.બી. ડી.વિલિયર્સે ૧૧૪ ટેસ્ટમાં મેચમાં ૧૯૧ ઈનિંગ રમી ૮૭૬૫ રન કર્યા. જેમાં ૨૭૮ હાઇએસ્ટ સ્કોર હતો. તેમે ૨૨ સદી અને ૨ ડબલ સદી અને ૪૬ ફ્ફ્ટી મારી હતી.,વનડેમાં ડી.વિલિયર્સે ૨૨૮ મેચમાં ૨૧૮ ઈનિંગ રમી અને કુલ ૯૫૭૭ રન માર્યા હતા. તેનો હાઇએસ્ટ ૧૭૬નો હતો અને કુલ ૨૫ સદી અને ૫૩ ફિફ્ટી મારી હતી.,ટી-૨૦માં ડી.વિલિયર્સે ૭૮ મેચમાં ૭૫ ઈનિંગ રમી અને ૧૬૭૨ રન કર્યા હતા જેમાં તેણે ૧૦ ફિફ્ટી મારી હતી.,આઈપીએલમાં ડી.વિલિયર્સે કુલ ૧૮૪ મેચમાં ૧૭૦ ઈનિંગ રમી અને ૫૧૬૨ રન કર્યા હતા જેમાં ૪૦ ફિફ્ટી અને ૩ સદી શામેલ હતી.