સાવરકુંડલામાં નવનિર્માણ પામતા અમૃત રેલવે સ્ટેશન ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા કામગીરીની સમીક્ષા કરવા પહોચ્યા હતા અને રેલવે વિભાગના અધિકારીઓને રેલવેનું ગરનાળું બે ફૂટ પહોળું કરવા અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને સાવરકુંડલા એપીએમસી નજીકના રેલવે ફાટક પર ઓવરબ્રિજ આકાર પામે તે અંગે ખાસ સૂચનાઓ સાંસદ અને ધારાસભ્યએ રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને
અમૃત રેલવે સ્ટેશન ખાતે થતી હાલની કામગીરીઓ અંગે બારીકાઈથી નિરીક્ષણ સાથેની સમીક્ષા કરીને સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અમરેલી જિલ્લામાં એકમાત્ર બનતા અમૃત રેલવે સ્ટેશન અંગે બહાર હો‹ડંગ અને મુસાફરો માટેના મુસાફર કક્ષ સહિત આખા રેલવે સ્ટેશન પર થતી કામગીરીઓ અંગે જાણકારી મેળવી હતી અને જેસર રોડ જવા માટે રેલવે બ્રિજ નીચેના ગરનાળા બે ફૂટ પહોળા બને તે અંગેની ખાસ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રેલવેના અધિકારી ડી.એન.જોશી તથા રેલવેની ભાવનગરની ટીમ દ્વારા સાંસદ અને ધારાસભ્યને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્‌યા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, નગરપાલિકાના ચેરમેન, સાવરકુંડલા યુવા પ્રમુખ હિતેશભાઈ, સાવરકુંડલા તાલુકા ભાજપ યુવા પ્રમુખ મહેશભાઈ ભાલાળા તથા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.