અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયાએ પોતાના મતવિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેમણે લોકસભા ક્ષેત્રના દરેક તાલુકા મથક પર જઈને સીધો લોકસંવાદ કરવાનો નિર્ણય લીધો છે. આ લોકસંવાદની શરૂઆત સાવરકુંડલા
શહેરના અટલધારા કાર્યાલય ખાતેથી થઈ, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ
લીધો હતો. લોકોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે સુવિધાઓ, શહેરી અને ગ્રામ્ય રસ્તાઓની
સમસ્યાઓ તેમજ ગ્રામ્ય પશુ દવાખાના અને ગુજરાત હાઉસિંગ બોર્ડના
દસ્તાવેજોને લગતા પ્રશ્નો સાંસદ સમક્ષ રજૂ કર્યા હતા. કેટલાક પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ તો અમુકનું ટેલિફોનિક
સૂચનાઓ આપીને કરવામાં આવ્યું હતું, સાંસદના આ અભિગમને લોકોએ ઉત્સાહભેર આવકાર્યો હતો. આગામી સમયમાં લોકસભાના તમામ તાલુકા મથકે આ કાર્યક્રમ યોજાશે.










































