અમરેલી, તા.૬
જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમરેલી જિલ્લાના નવાચૂંટાયેલા સાંસદ ભરતભાઇ સુતરીયાના અધ્યક્ષ સ્થાને તા.૦૬/૦૭/૨૦૨૪ના રોજ જિલ્લા પંચાયત અમરેલીની સામાન્યસભા યોજાઇ. જે બેઠકમાં લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામ સદસ્યઓ તથા અધિકારીઓ દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ ભરતભાઇ સુતરીયાને શુભેચ્છા પાઠવવામાં આવી અને સાંસદ ભરતભાઇ સુતરીયા દ્વારા સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા સદરહુ સામાન્ય સભામાં ૧૫મા નાણાપંચ અંતર્ગત ૧૦% જિલ્લા કક્ષાની વર્ષ-૨૦૨૩-૨૪ની ગ્રાંટના કામોમાં ફેરફાર કરવાની, સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ-૨૦૨૦-૨૧ની ગ્રાંટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ તકે જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના ઉપસ્થત રહ્યા હતા.