સાવરકુંડલા શહેરમાં રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીનું સ્થળ નિરીક્ષણ સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિત રાજકીય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય સૂચનો પણ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્‌યા, જીતુભાઈ ડેર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, યુવા મોરચાના મંત્રી ભાવેશભાઈ વિકમા, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.