નવભારત કેળવણી મંડળ સંચાલિત એસ.આર. અને એલ.આર. ધોરાજીયા હાઈસ્કૂલ, હાથીગઢની
સાંસદ ભરતભાઈ સુતરીયાએ મુલાકાત લીધી હતી. આ તકે ભરતભાઈ સુતરીયાએ આ વિદ્યાદાન રૂપી સેવાકાર્યમાં સહભાગી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે અંગત રીતે રૂપિયા ૧૫ લાખ (પંદર લાખ) આપવાની જાહેરાત કરી, તેમજ શાળાના નવનિર્મિત બિલ્ડિંગ કાર્ય માટે વધારાના રૂપિયા ૩૫ લાખ (પાંત્રીસ લાખ) જેવી રકમ એકઠી કરી આપવાની ખાતરી આપી હતી. આ સાથે જ, તેઓ દ્વારા શાળા તેમજ હાથીગઢ ગામમાં પુસ્તકાલયની સુવિધા કરી આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી. નવભારત કેળવણી મંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલે આ વિદ્યાદાન રૂપી સેવાકાર્યમાં માતબર રકમની વ્યવસ્થા કરી આપવા બદલ સાંસદ ભરતભાઈ સુતરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ઉપપ્રમુખ રસિકભાઈ ધોરાજીયા, મંત્રી ડો. અનિલભાઈ
ધોરાજીયા, પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા તેમજ બહોળી સંખ્યામાં હાથીગઢ ગામના પ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહીને શાળા બિલ્ડિંગના નવનિર્માણના કાર્યમાં પ્રોત્સાહન આપ્યું હતું.







































