સંસદના શિયાળુ સત્ર વચ્ચે ભાજપની સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહિત મોટી સંખ્યામાં ભાજપના સાંસદો સામેલ થયા હતાં સંસદમાં સરકાર વિરુદ્ધ વિપક્ષની રણનીતિ જોતા ભાજપ સંસદીય દળની બેઠકની ભૂમિકા મહત્વની ગણાઈ રહી છે. પીએમ મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં સાંસદોને અનેક સૂચનો આપ્યા અને કહ્યું કે આ માટે વારંવાર કહેવાની જરૂર નથી.
પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં ગેરહાજર રહેતા સાંસદોને કડક સૂચના આપી છે. તેમણે કહ્યું કે તમામ સાંસદો સમગ્ર સમય દરમિયાન સંસદમાં હાજર રહે અને આ વાત વાંરવાર કહેવી યોગ્ય નથી. બધા જવાબદારી છે કે તેઓ સદનમાં રહે. પીએમ મોદીએ કહ્યું કે ૧૩ ડિસેમ્બરે કાશી જઈ રહ્યો છું. સંસદનું સત્ર ચાલુ છે એટલે બધા સાંસદોને ત્યાં આવવાનું કહેવામાં આવ્યું નથી. સાંસદોએ સંસદમાં રહેવું જોઈએ.
પ્રધાનમંત્રીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે તમે બધા તમારા વિસ્તારોમાં રહીને લોકો માટે કાશી કાર્યક્રમને વધુ સારી રીતે જોવાની વ્યવસ્થા કરો. પીએમ મોદીએ સાંસદોને પોત પોતાના વિસ્તારોમાં ચાલતા ખેલ અભિયાનને ફક્ત એક મહિનામાં જ ખતમ ન કરી લેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે દર મહિને અલગ અલગ ખેલનું આયોજન થવું જોઈએ.