સાબરકાંઠાના મજરા ગામે હિંસક જૂથ અથડામણ થયું હતું. ધાર્મિક કાર્યક્રમ-મંદિરના વહીવટની તકરારમાં ૧૦૦થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી કરાઈ. આ ઘટનામાં ૮ ઘાયલ થયા છે. આ બાદ ગામમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા બે જૂથ સામસામે આવતા મકાન-વાહનોમાં તોડફોડ કરાઈ હતી. મકાન અને બે ઘરોને આગના હવાલે કરાયા હતા. ગામમાં આવેલા મંદિરના વહીવટ મુદ્દે બે સમુદાય સામસામે આવી ગયા હતા. પહેલા પથ્થરમારા બાદ તોડફોડ-આગચંપીની ઘટના બની હતી. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે જાણ થતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મજરા ગામે ટોળા દ્વારા મકાન અને બે કારને આગ ચંપી કરાઈ હતી. પથ્થરમારા સહિત હુમલો કરાતા અનેક લોકોને ઈજા પહોંચી છે. બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બેકાબૂ બનેલા ટોળા દ્વારા ૨૬ કાર, ૫૧ બાઈક, આઈશર ટેમ્પો-૦૨, મીની ટેમ્પો-૦૪, ટ્રેક્ટર-૦૩, મકાન-૧૦ ને નુક્સાન પહોંચાડાયું હતું. એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો મજરા પહોંચીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે. આ વિશે મજરા ગામના પંચાયતના સદસ્ય જગદીશભાઈ પટેલે જણાવ્યું કે, મંદિરના વહીવટને લઈને હુમલો કરાયો હતો. ગત રાત્રિએ ભૈરવદાદાના મંદિરે આરતીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂથ અથડામણ સર્જાયું હતું. દિવાળીના તહેવારોમાં ભૈરવદાદાના મંદિરે આરતી અને ગરબા યોજાય છે. ટોળા દ્વારા પથ્થરમારો કરી વાહનોને અને ઘરને નુકસાન કરાયું હતું. સરપંચ સહિત ભૈરવ મંદિર અને જૂની અદાવતમાંથી ઘર્ષણ સર્જાયું હતું. ઘટના બાદ જીલ્લા પોલીસ વડા સહીત પોલીસનો કાફલો રાત્રે પહોંચ્યો હતો. જૂથ અથડામણની ઘટનાને લઈને ગામમાં પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જૂથ અથડામણને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ વિશે માહિતી આપતા હિમતનગર ડિવિઝનના ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું કે, હિંસક અથડામણની ઘટનામાં ૧૦ લોકોને ઈજા પહોંચી હતી. ૨૫-૩૦ થી લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. ૨૦ થી વધુ બાઇક અને ૧૦ થી વધુ કાર વાહનો અને મકાનોના કાચ તોડાયા છે. દિવાળીને લઈ ત્રણ દિવસ મંદિરના ચોકમાં ગરબાનું આયોજન હતું. ગરબાના આયોજન પહેલા જ ગામમાં ભારે જૂથ અથડામણ સર્જાયુ હતું. હાલ ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મોડી રાત્રે એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.









































