તમને તમારામાં રહેલી આવડત કે શક્તિનો સાચો ખ્યાલ જ નથી. પરિણામે, કેટલીકવાર વિના કારણે સામી વ્યક્તિને તમે, તમારાથી ચઢિયાતી માની લો છો, તમારા કરતાં વધુ બુધ્ધિશાળી માની લો છો અને તમે જાણે કે એનાથી ઊતરતા છો, ઓછી બુધ્ધિવાળા છો એવુ મનોમન માનો છો. આવી બાબતોમાં મુખ્યત્વે “શરમાળપણું” વધારે ભાગ ભજવે છે.
શરમાળપણાથી થતી અસરો: (૧) શરમાળ વ્યક્તિ જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાય છે ત્યારે હિંમત અને સ્વસ્થતાપૂર્વક સામનો કરી શક્તી નથી. તે મોં નીચુ કરી દે છે, છાતીના ધબકારા વધી જાય છે, બોલે ત્યારે જીભ થોથવાઇ છે. ચહેરો પીળો પડી જાય છે. આવા અવગુણોની માત્રા વધવાને કારણે શરીરના સ્નાયુઓ પણ ઇચ્છા મુજબ વર્તતા નથી તેની અસર શરીર પર પડે છે. (ર) શરમાળ વ્યÂક્ત પોતાની લાગણી અસરકારક રીતે વ્યક્ત કરી શક્તી નથી. તેથી, મિત્ર – સગા – સંબંધી – ઓળખીતા કે આડોશી પાડોશી સાથે ખૂબ જ ઠંડુ વલણ દાખવે છે. તેથી તેઓના મનમાં આવી વ્યક્તિઓ પ્રત્યે “ઠંડી વ્યક્તિ” ની છાપ અંકિત થાય છે. (૩) કુટુંબમાં મા – બાપ – ભાઇ – બહેન – ભાભી – પુત્ર – પુત્રી – પત્ની – દિયર – દેરાણી – જેઠ – જેઠાણી તરીકે શરમાળ વ્યક્તિ પોતાની ભૂમિકા અસરકાર રીતે ભજવી શકતી નથી, પરિણામે, કૌટુંબિક સંબંધો મધુર બની શકતા નથી. (૪) શરમાળ વ્યક્તિઓ ધંધો – રોજગાર કે નોકરીના ક્ષેત્રમાં ખૂબ જ પાછા પડી જાય છે. ધંધાદારી વાટાઘાટોમાં પોતાનું હિત સાચવી શકતા નથી. તેઓ દરેક બાબતમાં નમતુ જ જાખ્યા કરે છે. સમાધાનકારી વલણ અપનાવીને પોતે પોતાનું જ નુકસાન કરતા હોય છે. (૪) નોકરી ધંધામાં ઉપરી તરીકે હોય ત્યારે, પોતાના હાથ નીચેના માણસો પર પોતાના અધિકારનો રૂઆબ જમાવી શકતા જ નથી. હાથ નીચેના મણસો જે કહે તેમાં સંમત થઈ જાય છે. પરિણામે, પોતાનો હોદ્દો જાળવી શકતા નથી. (૬) શરમાળ વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન ખૂબ જ નીચું આંકે છે. પોતાનામાં રહેલા દુર્ગુણોને હોય તેના કરતાં મોટા કદમાં નિહાળે છે અને મનોમન ઘૂંઘવાયા કે ગૂંચવાયા કરે છે. આની અસર શરીર પર થાય છે. કેટલીક વ્યક્તિઓની એવી માન્યતા કે ખ્યાલ હોય છે કે, ‘ માણસનો સ્વભાવ’ કદી બદલાતો નથી પણ, આ માન્યતા ખોટી છે જા માણસ ધારે તો પોતાના સ્વભાવમાં રહેલી નબળાઇઓ અચૂકપણે દૂર કરી શકે એમ છે. મોટાભાગના લોકો, પોતાના સમય – સંજાગો અને પરિસ્થિતિને કારણે શરમાળપણાની પકડમાંથી મુક્ત થઇ શકયા છે તમે પણ જા શરમાળ હશો તો ચોક્કસ એ સમસ્યા દૂર કરી શકવાના જ છો. પણ, એ દૂર કરવા માટે કોઇ દવા નથી કે મંત્ર નથી. આ માટેનો તમારો પુરૂષાર્થ જ ઉપકારક થઇ પડશે. જા, તમે શરમાળપણું ખંખેરી નાખવા માટે
કૃતનિશ્ચયી હો તો તે માટેના નિયમો શરૂઆતમાં થોડા મુશ્કેલ લાગશે. પણ, એના લાભો વિચારશો તો એ મુશ્કેલ કાર્ય પણ જલ્દી શરૂ કરી શકશો. પછી, જયારે તમે શરમાળપણામાંથી સંપૂર્ણપણે મુકત થઇ જશો ત્યારે તે વખતે તમે જ તમારો ભૂતકાળ યાદ કરીને હસશો: “અરે ! હું સાવ નાની અમથી વાતો (બાબતો)માં શરમાતો હતો !” પછી તો યોગ્ય વાતો કોઇનીયે શેહશરમ રાખ્યા વિના, બેધડક રીતે કહેતા થઇ જશો. પરિણામ સ્વરૂપે, ધારેલાં કાર્યો સફળતાપૂર્વક પાર કરી શકશો. ‘શરમાળપણું’ દૂર કરવાની તરકીબો નીચે મુજબ છે. (૧) તમે કોઇ રસ્તે ચાલીને જતા હોય, ભલે તમે રસ્તો જાણતા હો છતાંયે સજજન વ્યક્તિને રસ્તા અંગેની પૂછપરછ કરો, સામેની વ્યક્તિ વધુ ઉત્સાહી લાગે તો બીજી પણ બે – ત્રણ જગ્યાઓ વિષે પૂછપરછ કરો, આમ, વાત કરવાની તક મળશે. જાણીતી કરતાં અજાણી વ્યક્તિઓ સાથે વાત કરવાની તક ઊભી કરવામાં ફાયદો એ છે કે, એ તમારા વિશે કંઇ જાણતી જ નથી. એ વ્યક્તિ તમને પણ પોતાના સરખી જ વ્યક્તિ માનીને વાત કરશે. (ર) દુકાને ખરીદી કરવા જાવ ત્યારે ખરીદ કરવાની ચીજ વસ્તુ સિવાયની વસ્તુઓ વિશે પણ પૂછપરછ – ભાવતાલ વગેરે જાણો. (૩) પુસ્તકાલયમાં સભ્ય થઇને ત્યાં પ્રાપ્ય એવા, તમારે જરૂરી એવા પુસ્તકોનું વાંચન કરો. (૪) તમારો નોકરી – ધંધો વ્યવસાય કરતી વ્યક્તિઓ મળે તો તેઓને એકબીજાના વેપાર અંગે વાર્તાલાપ કરો. પ્રગતિ – સફળતા – નફો – નુકસાન – જરૂરી માહિતીની આપ – લે કરી વાતચીત કરો. પરિણામે, ધંધા – નોકરીની વધુ જાણકારી મેળવાશે.(પ) બસમાં, નોકરીના સ્થળે – ટ્રેનમાં કે અન્યત્ર સમય પસાર કરવાના સ્થળે, યોગ્ય જણાય તેવી વ્યક્તિ સાથે વાતચીત કેળવો વળી, અન્ય વ્યક્તિ તમારી સાથે વાતચીત કરે તો તમે પણ ઉત્સાહપૂર્વક જવાબ આપો. અને તેની વાતોમાં રસ દાખવો. (૬) જાહેર જીવનમાં શક્ય તેટલા વધુ પરંતુ જરૂરી લોકોને મળો. તેમની સાથે જરૂરી અને યોગ્ય વાર્તાલાપ કેળવો. તેમની સાથે વાર્તાલાપ જામી શકે તે માટે નીચે આપેલા સૂચનોનો અમલ કરો. (એ.) છાપાઓ – સામાયિકોનું વાંચન રાખો. બનાવોની જાણકારી વાતચીતમાં ઉપયોગી નિવડશે. (બી.) સામેની વ્યકિતનું સ્વમાન ઘવાય એ રીતે ન વર્તશો. (ડી) સામેની વ્યક્તિની વાત સાચી અને યોગ્ય હોય તો અવશ્ય પ્રોત્સાહન આપો.
અન્ય વ્યક્તિઓના વ્યક્તિત્વથી આપણે ઘણીવાર તો એટલા બધા અંજાઇ જઇએ છીએ કે, તેનાથી આપણે આપણી જાતને સામેની વ્યક્તિ કરતા નીચે કે કાચા સમજીએ છીએ પણ, એવું તે શું વિશિષ્ટ વ્યક્તિત્વ છે કે જે તમને નીચા પાડે છે ? શું તેમની પાસેની આવડત એટલી બધી મુશ્કેલ છે કે, તમે પ્રયત્ન કરો તો હાંસલ ન કરી શકો ? હકીકતમાં, મોટાભાગની વ્યક્તિઓ આ માટે પ્રયાસ જ કરતી નથી. બલ્કે, જેમનામાં વ્યક્તિત્વની રોશની ઝળહળે છે એ પણ તમારા જેવા જ માણસ છે, તમારી માફક જીવે છે, તમે જે આરોગો છે તે જ આરોગે છે, તે તમારાથી જરાપણ અલગ નથી. પણ, તમારામાં શું કચાશ છે ? એ શોધવાની તમારે જરૂર છે.
ઘણીવાર અજાણ્યા લોકો સામે તમે ખૂબ જ શરમિંદા બની જાઓ ત્યારે મનમાં ડર હોય કે, “હું કંઇક કહીશ કે બોલીશ તો લોકો હસશે કે ટીકા કરશે તો ?” હકિકતમાં, અજાણી વ્યક્તિને તમારે માટે કોઇપણ ખરાબ કે હલકી લાગણી હોતી જ નથી. બલ્કે, માનની ભાવનાથી જ વાત કરે છે. કદાચ કોઇકવાર બોલવામાં – ચાલવામાં ભૂલ થઇ જાય તો ડરવાની કે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી. પણ, એ બાબતને સમજીને ફરીથી એવું ના થાય એ તરફ ધ્યાન આપવું અને તમે જે કરી છે એવી સામાન્ય ભૂલો તો બધા જ કરતાં હોય છે માટે, અતિ સામાન્ય બાબતની ભૂલોથી ડરવાની જરૂર જ નથી. સંજાગો અનુસાર પોતાના વિચારોને શાબ્દીક રૂપ આપવું ઘણું જરૂરી છે. દોસ્તને ઉષ્મા ભર્યા શબ્દોની વાતો કરવી, કોઇ વ્યક્તિ તમારૂં કામ કરી આપે તો ખરા દિલની લાગણી માટે આભાર દર્શાવતા બે શબ્દો કહેવા, સંબંધિત વ્યક્તિઓ પર શબ્દો વડે સ્નેહ વરસાવવો, ખરીદી કરવા જઇએ, તો દુકાદાર સામે હસીને ઉષ્માપૂર્ણ વર્તન દાખવવુ વગેરે બાબતોથી પણ ધીમે ધીમે શરમાળપણું દૂર થઇ જશે, પણ, શરમાળપણાને લીધે આની લાગણી ન દર્શાવો, દિલાસો ન દર્શાવો, હાસ્યાસ્પદ થઇ પડવાની બીકે વાત જ ન કરો, સામેની વ્યક્તિની વાત ન સમજા, બોલવાના પ્રસંગે ચૂપ રહો… આવી હરકતોથી સામેની વ્યક્તિને કેટલીક વાર આઘાત લાગે છે અને તમારે માટે ખોટો મત બંધાય છે. વળી, તમારૂં મિત્રવર્તુળ તમારા આવા સ્વભાવનો જાણ્યે – અજાણ્યે લાભ લેવાનું ચુકતું નથી. આવું ‘શરમાળપણું’ દૂર કરવાના પ્રયત્નો આજથી જ શરૂ કરી દો. ઉપરોકત તરકીબો અજમાવવાની શરૂઆત પણ આજથી જ કરો. જા, શરૂઆતમાં કોઇ પ્રસંગે નિષ્ફળતા નડે તો એથી નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. નિરાશ થવાથી કાંઇ સફળતા મળવાની નથી. જગતમાં એવી કોઇ મુશ્કેલી નથી કે જેનો માર્ગ જ ન હોય. તમારા “આવા દિવસો પણ જતાં રહેશે ને સુંદર રીતે જીવન વિતાવી શકશો.” આ સૂત્રને જીવનમાં વણીને જીવો.
‘શરમાળપણું’ એ માનસિક ખામી છે. એટલે એનો ઉકેલ પણ માનસિક રીતે જ થઇ શકે. એની સામે લડત ઉપાડો તો ધીમે ધીમે સુધારો જણાશે. અને એક સમય એવો આવશે કે, તમે તમારા શરમાળપણામાંથી મુક્ત થઇને, તમે તમારા વિચારો, મંતવ્યો, લાગણીઓ, માંગણીઓ અતિ સહજપણે અને કુદરતી રીતે જ વ્યક્ત કરતા થઇ જશો. તમને તમારા વ્યક્તિત્વમાં ધરખમ ફેરફાર થતો દેખાશે.
ઝબકારો
અગાઉના જમાનામાં યુવતીઓ અકળાય ત્યારે શરમાઇ જતી, આજે તો શરમાય ત્યારે અકળાઇ જાય છે.