ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના કુતુબશેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિએ ૯ વર્ષની સગીર બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. ઘણી શોધખોળ બાદ બાળકી બીજા દિવસે સવારે જંગલમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ મામલો પોલીસના ધ્યાનમાં આવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી ફરાર હોવાનું કહેવાય છે, જાકે પોલીસે કહ્યું છે કે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આરોપીએ આ દુષ્કર્મ ત્યારે કર્યું જ્યારે પીડિતા તેના ઘરની બહાર રમી રહી હતી. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સાગર જૈને શુક્રવારે જણાવ્યું હતું કે તેમને કુતુબશેર ટાઉન વિસ્તારમાં એક વિસ્તારમાં રહેતી ૯ વર્ષની સગીર છોકરી પર બળાત્કારની માહિતી મળી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, ‘પીડિતાના પરિવારે જણાવ્યું કે તે બુધવારે સાંજે ઘરની બહાર રમી રહી હતી. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) એ જણાવ્યું કે ઘણી શોધખોળ બાદ તે ગુરુવારે સવારે કોલાગઢના જંગલમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. એએસપીએ જણાવ્યું કે યુવતીને મેડિકલ તપાસ માટે જિલ્લાહોસ્પિટલમાં મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે પીડિતાના પિતાની ફરિયાદ પર પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ અજાણ્યાવ્યકિત વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સીસીસીટીવી ફૂટેજમાં કેટલાક શકમંદો જાવા મળ્યા છે, જેની સાથે એક છોકરી જાવા મળી રહી છે. પોલીસે ફરાર આરોપીને ઓળખવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું છે અને તેને ટૂંક સમયમાં પકડી લેવાનો દાવો કર્યો છે અને એક શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.