લાઠીનાં ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાનાં જન્મ દિવસ નિમિત્તે પ્રાકૃતિક ખેતીના જાણકારો સાથે સેમિનાર અને ભૂલકાંઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધોળકીયા ફાઉન્ડેશનનાં કનક પટેલ દ્વારા કરાયેલા આયોજનમાં હનુમાન જયંતી નિમિત્તે મહાઆરતી અને હનુમાન ચાલીસાનાં પાઠ કરવામાં આવ્યા હતાં.