બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં લદ્દાખમાં તેમની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે લેહના રાજ નિવાસ ખાતે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તા સાથે સૌજન્ય મુલાકાત કરી. આ ફિલ્મ ૨૦૨૦માં ભારત અને ચીનના સશસ્ત્ર દળો વચ્ચેના ગલવાન ખીણના સંઘર્ષ પર આધારિત છે.
વાદળી શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલા, સલમાન કવિન્દર ગુપ્તા સાથે સુખદ મુલાકાતનો આનંદ માણતો જાવા મળ્યો. તે શાંત અભિવ્યક્તિ અને ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. સલમાનને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા થંગકા કેનવાસ પેઇન્ટીગ પણ ભેટમાં આપવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત બૌદ્ધ કલા શૈલીમાં બુદ્ધના જીવનના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. લેહના રાજ નિવાસ ખાતે યોજાયેલી આ સૌહાર્દપૂર્ણ મુલાકાતને ચિÂહ્નત કરતી વખતે, બંનેએ પેઇન્ટીગ સાથે પોઝ આપ્યો.
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસે શનિવારે તેના ઠ હેન્ડલ પર આ તસવીરો પોસ્ટ કરી. તેમણે લખ્યું, “બોલીવુડના આઇકોન સલમાન ખાને માનનીય લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાની રાજ નિવાસ, ઈંલેહ ખાતે સૌજન્ય મુલાકાત લીધી.”
થોડા દિવસો પહેલા સલમાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર “બેટલ ઓફ ગલવાન” ના શૂટિંગની શરૂઆતની જાહેરાત કરી હતી. આ દરમિયાન, તેઓ આર્મી યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. પોસ્ટમાં, તેઓ ફિલ્મના શીર્ષકવાળા ક્લેપરબોર્ડ પાછળ ઉભા રહેલા જોઈ શકાય છે. અભિનેતાની મજબૂત મૂછો તેમના લુકને પૂર્ણ કરી રહી હતી અને તેમાં જીવંતતા ઉમેરી રહી હતી. કેપ્શનમાં લખ્યું હતું – “ઈંબેટલ ઓફ ગલવાન.”
ફિલ્મની કાસ્ટ વિશે વાત કરીએ તો, ચિત્રાંગદા સિંહ ફિલ્મમાં છે. ચિત્રાંગદા પહેલીવાર સલમાન સાથે જાવા મળશે. અન્ય કલાકારોમાં ઝેન શો, અંકુર ભાટિયા, હર્ષિલ શાહ, હીરા સોહલ, અભિલાષ ચૌધરી અને વિપિન ભારદ્વાજનો સમાવેશ થાય છે. સલમાન આમાં કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવશે. તેનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે.









































