સલમાન ખાન બાદ ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને ફૈઝાન ખાન નામના વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મહારાષ્ટ્રના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. રાયપુરના આરોપીએ અભિનેતા પાસેથી મોટી ખંડણી માંગી છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિપોર્ટ અનુસાર તેને ધમકીનો ફોન આવ્યો હતો. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુરના રહેવાસી ફૈઝાન નામના વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે રાયપુર ગઈ છે. અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે ધમકી આપવા બદલ બાઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ ૩૦૮(૪), ૩૫૧(૩)(૪) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુરથી કોલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પર મુંબઈ પોલીસ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ રાયપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ ફૈયાઝ ખાન નામના વ્યક્તિને શાહરૂખ ખાનને ધમકી આપવા બદલ નોટિસ જારી કરશે.
શાહરૂખ હંમેશા અંડરવર્લ્ડના હિટ લિસ્ટમાં રહે છે. આ પહેલા પણ તેને કરિયરમાં ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પઠાણ અને જવાન ફિલ્મોની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અભિનેતાએ આ અંગે મહારાષ્ટ્ર પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેને રૂ સુરક્ષા આપવામાં આવી હતી.
ગયા વર્ષે પ્રખ્યાત નિર્દેશક સંજય ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરીને શાહરૂખના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘૯૦ના દાયકામાં શાહરૂખ એકમાત્ર એવો અભિનેતા હતો જેણે અંડરવર્લ્ડ સામે ઝૂક્યું ન હતું. તેણે કહ્યું કે જા તમારે ગોળી મારવી હોય તો ગોળી મારી દો, પરંતુ હું તમારા માટે કામ નહીં કરું. હું પઠાણ છું. શાહરૂખ હજુ પણ એવો જ છે.