(એ.આર.એલ),મુંબઇ,તા.૧૯
અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનમોલ અમેરિકાના કેલિફોર્નિયામાં ઝડપાયો છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસ બાદ અનમોલ મુંબઈ પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.
કોર્ટે પહેલાથી જ અનમોલ પર બિનજામીનપાત્રવોરંટ જારી કર્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને મુંબઈ જેવા અનેક રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી. પરંતુ તાજેતરમાં જ મુંબઈમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ ગેંગનું નામ સામે આવતાં અનમોલ પરની કાર્યવાહી વધી ગઈ હતી. તાજેતરમાં જ મુંબઈ પોલીસે તેને પકડવા માટે યુએસ પોલીસની મદદ પણ માંગી હતી.સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.જા તેને થોડા દિવસોમાં ભારત લાવી શકાય. તમને જણાવી દઈએ કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને હાલમાં જ ઇનપુટ મળ્યા હતા કે અનમોલ અમેરિકામાં છુપાયેલો છે, ભારતીય એજન્સીઓની આ માહિતીના આધારે અમેરિકન તપાસ એજન્સીઓએ અનમોલને પકડી લીધો છે.મળતી માહિતી મુજબ, લોરેન્સ ગેંગના સભ્યો અનમોલ બિશ્નોઈને ‘ભાનુ’ કહીને બોલાવે છે. અનમોલે ગુનાની દુનિયામાં પહેલો ગુનો ૨૦૧૨માં પંજાબના અબોહરમાં કર્યો હતો. અહીં તેની સામે હુમલો અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.હાલમાં દેશની સૌથી મોટી અને ઝડપથી વિકસતી એજન્સી નેશનલ ઈન્વેસ્ટગેશન એજન્સી પણ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ તપાસ કરી રહી છે. એનઆઈએ અનમોલ વિરુદ્ધ ૨ કેસ નોંધ્યા છે. આ સિવાય અનમોલ વિરુદ્ધ ભારતના વિવિધ રાજ્યોમાં ૧૮થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.