સલમાન ખાને તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તાજેતરના મહિનાઓમાં, ઘણા જાણીતા કલાકારોને તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. આ પછી, સલમાન ખાને તેમની અરજી દાખલ કરી. આ કેસની સુનાવણી થવાની છે.સેલિબ્રિટીઓ તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું રક્ષણ કરવા માટે કોર્ટનો સંપર્ક કરી રહી છે. તેમની અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમના નામ, અવાજ, રીતભાત અને ઓળખનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને તેઓ આ પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે. આમાં છૈં દ્વારા બનાવેલા ડીપફેક ફોટા અને વિડિઓઝ, તેમજ નકલી માલ, ભ્રામક જાહેરાતો, ખોટા બ્રાન્ડ સમર્થન અને યુટયુબ,ફેસબુક ઇન્ટાગ્રામ , એકસ (અગાઉ ટ્વિત્ટર) અને ઈ-કોમર્સ વેબસાઇટ્‌સ જેવા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવાનો સમાવેશ થાય છે. ઘણી સેલિબ્રિટીઓના મતે, આ તેમના વ્યક્તિત્વ અધિકારોનો દુરુપયોગ છે. સલમાન ખાનનો કેસ પણ એવો જ છે. તે પણ તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું રક્ષણ કરવા માંગે છે.અત્યાર સુધી, ઘણા બોલિવૂડ કલાકારોએ તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારો અંગે કોર્ટનો સંપર્ક કર્યો છે. આમાં ગાયિકા આશા ભોંસલે, અભિનેતા સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારનો સમાવેશ થાય છે. કોર્ટે અનેક સેલિબ્રિટીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપી દીધો છે.