લીલીયા તાલુકાના સલડી ગામે આવેલા નવા સ્મશાનમાંથી કોઈ અજાણ્યા ઈસમ વેલ્ડીંગ મશીન ચોરી કરી ગયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદની ગણતરીની કલાકોમાં જ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી એક ઈસમને ઝડપી પાડ્યો છે. મળતી વિગતો મુજબ લીલીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમરેલી રોડ કિકાણી પ્લોટમાં આવેલ ઉમીયા માતાજીનાં મંદિર પાસે એક ઈસમ પેટી જેવું નાનું કાળા કલરનું વેલ્ડીંગ કરવાનું મશીન લઈને ઉભો છે. ત્યારબાદ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આ શખ્સ ચેતન સવજી સોળીયા(રહે.અમરેલી સહજ સીટી, મુળ લીલીયા)ની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતુ કે, આ વેલ્ડીંગ મશીન સલડી ગામે આવેલ નવા સ્મશાનેથી ચોરી કરી મેળવેલ હતું. જેથી પોલીસે ચેતનની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.