સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંસ્થાના “અમૃત મહોત્સવ” અંતર્ગત સંસ્થા સંચાલિત શાળાના ૧૨૫ જેટલા શિક્ષકો તથા અધ્યાપનની બહેનો માટે નવપલ્લવન કાર્યશિબિરનું ૧૨ જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિન ડા. નીદિતભાઈ બારોટ, લોકભારતી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિશાલભાઈ ભાદાણી તથા પ્રયોગ દ્વારા શિક્ષણને જીવન અર્પનાર પાર્થેશ પંડ્‌યાએ વક્તવ્ય આપ્યા હતા. સેશનના અંતમાં ડો. વસંતભાઈ પરીખે આશીર્વચન સાથે પ્રેરક વાતો કરી હતી. આભારવિધિ રેખાબેન મિયાણી દ્વારા કરવામાં આવી હતી. ઉદ્‌ઘોષક તરીકે ધર્મેન્દ્રભાઈ કનાલાએ કાર્યક્રમનું સુપેરે સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામક  મંદાકિનીબેન જી. પુરોહિતે ઉપસ્થિત રહી પ્રેરણા પુરી પાડી હતી.